જામનગરના દરેડ વિસ્તારના એક કારખાનેર સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ મૂકવા સંબંધે પોલીસે ગુનો નોંધ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ મે ૨૫, જામનગર નજીમ દરેડમાં આવેલા રાઘવ બ્રાસ નામના કારખાના ના વેપારી મનીષ વલ્લભભાઈ ડાંગરિયા સામે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સોશિયલ મીડિયામાં ભારત-પાક વચ્ચેની આપત્તિ જનક પોસ્ટ મૂકવા સંબંધે ગુનો નોંધવામાં આવ્યો છે. સરકાર પક્ષે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મયુરસિંહ મહિપતસિંહ જાડેજા જાતે ફરિયાદ બન્યા છે, અને મનીષ ડાંગરીયા સામે બીએનએસ કલમ ૧૯૭ (ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.જે ગુનામાં જાહેર કરાયા અનુસાર મનીશ ડાંગરીયા કે જે પોતાના નામના ફેસબુક એકાઉન્ટ પર ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ ભરી પરિસ્થિતિ ને લગત ઘણી બધી પોસ્ટ કરેલી હતી,જે પોસ્ટ પૈકીની એક પોસ્ટ જોતાં ‘વાત આખી પાકિસ્તાનનો સફાયો કરવાની છે, ખાલી આવાવરૂ જગ્યા એટલે કે ખરાબાની જગ્યા મા સર્જિકલ સ્ટ્રાઈક કરીને દલાલ મીડિયામાં વાહવાહી મેળવીને ગુલામ પ્રજાતિઓને અને ભૂંડ ભક્તોને મૂર્ખ બનાવવાની નથી
આ પ્રકારના લખાણવાળી પોસ્ટ મૂકી હોવાથી જે પોસ્ટમાં ઘણા બધા વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરી હતી. જે પોસ્ટથી ભારતના સર્વ ભૌમત્વ, એકતા, અખંડિતતા તથા સુરક્ષાને જોખમ આવે તેવી જાહેર જનતાને ગેર માર્ગે દોરવા વાળી હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.