જામનગરમાં એક યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો

0
6854

જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક યુવતી નો પીછો કરી ને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો

  • અગાઉ યુવતી ની માતાએ પણ આરોપી સામે પોકસો સહિતની ફરિયાદ નોંધાવી હતી, જે કોર્ટ કેસ પણ હાલ ચાલી રહ્યો છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ નવેમ્બર ૨૫, જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં થી પસાર થઈ રહેલી ૧૮ વર્ષની એક યૂવતી નો પીછો કરી પછી એકલા મળવા માટે ના ઈશારા કરનાર જામનગરના ફૂલીયા હનુમાન મંદિર પાસે રહેતા રાજ દેવશીભાઈ માતંગ સામે પોલીસે ગુનો નોધ્યો છે, અને ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ. કે. બ્લોચ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.ફરિયાદી યુવતી તેના પિતા સાથે ગઈકાલે એક સ્ટુડીયોમાં ફોટા પડાવવા માટે આવી હતી, જે ફોટા લેવા માટે પિતા અંદર ગયા હતા. દરમિયાન યુવતી નો પીછો કરીને આરોપી તેની પાસે આવીને ઊભો રહ્યો હતો, અને પાછળથી મળવા માટેના ઈશારાઓ કરી રહ્યો હતો.જે દરમિયાન યુવતીના પિતા આવીને જોઈ ગયા હતા. જે પોતાની પુત્રીને લઈને ઘેર પહોંચ્યા હતા, ત્યાર પછી માતા સમક્ષ યુવતીએ સમગ્ર વાત કરી હતી, આથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ફરિયાદ કરાઈ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતી ની માતાએ પણ આરોપી વિરૂધ અગાઉ પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, અને જે કોર્ટ કેસ પણ હાલ ચાલી રહ્યો છે. જેના મન દુઃખના કારણે આરોપી યુવતીનો પીછો કરી રહ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.