જામનગર માં માથાભારે તત્વોના ઘરે પોલીસ વીજ તંત્ર સાથે પહોંચી

0
3931

જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના જુદા જુદા ચાર વિસ્તારમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસદ્વારા વિજ તંત્રને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

  • બેડી- બેડેશ્વર વિસ્તાર, ગુલાબ નગર અને નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો ના રહેણાંક મકાનમાંથી વીજ ચોરી પકડી લેવાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૫, જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સો, કે જે લોકોની પોલીસતંત્ર દ્વારા એક સપ્તાહ ના સમયગાળા દરમિયાન બીજી વખત યાદી કરાઇ છે, તે પૈકીના અલગ અલગ ચાર વિસ્તાર માં રહેતા શખ્સોના નામની યાદી બનાવીને આજે સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ ૧ પોલીસ ટુકડી બેડી-બેડેશ્વર વિસ્તારમાં પહોંચી હતી, અને પીજીવીસીએલ ની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન બુટલેગર અને માથાભારે ગણાતા કેટલાક શખ્સોના રહેણાંક મકાનમાં વીજ ચોરી મળી આવી હતી. જેથી તમામ સામે વીજ ચોરી અંગેના જામનગરના વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં અલગ અલગ બે ટુકડીઓને દોડતી કરાવવામાં આવી છે, અને ગુલાબ નગર વિસ્તારમાં પણ એક પોલીસ ટુકડી વિજતંત્રને સાથે રાખીને દરોડા પાડી રહી છે, અને વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીને લઈને માથાભારે તત્વો માં ફફડાટ મચી ગયો છે.