જામનગર દેવભૂમિ દ્વારકામાં PGVCL ને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧ કરોડ ૯૩ લાખનું નુકસાન

0
1048

જામનગ અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧ કરોડ ૯૩ લાખનું નુકસાન

  • ચાલુ વર્ષે ગાજવીજ સાથેના વરસાદના કારણે ૩૨૧૮ ફીડર પ્રભાવિત થયા હતા: હાલ તમામ પૂર્વવત:૧૫૭૪ વિજ પોલ ડેમેજ થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ સપ્ટેમ્બર ૨૫, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષ ના ચોમાસા ના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુ ૧.૯૩ લાખનું નુકસાન થયું છે. ચાલુ વરસાદી સિઝન દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ -દ્વારકા જિલ્લાના કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જો કે અત્યાર સુધીમાં તમામ ગામોમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે.હાલાર ના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકી ના તમામ ૩૨૧૮ ફીડર ઊભા કરી લેવાયા છે. આ ઉપરાંત ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે બંને જિલ્લામાં ૧૫૮૦ વિજ પોલ પડી ગયા હતા, જે પૈકી ૧૫૭૪ વિજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ ૬ થાંભલા ઉભા કરવાના બાકી રહ્યા છે, જેની કામગીરી ચાલી રહી છે. આમ કુલ ચોમાસાની સિઝન માં વિજતંત્ર ને ૧, ૯૩ લાખની નુકસાની થઈ છે.