જામનગરમાં બોગસ બિલિંગ કૌભાંડમાં ૨૦૨૧ થી નાસતા ફરતા આરોપીને જામીન મુક્ત કરવા આદેશ

0
2

બેંકમાં બોગસ ખાતા ખોલાવી અને કરોડો રૂપિયાના બિલીંગ બનાવી બેનામી ટ્રાન્સેકશન કરવાના કેસમાં આરોપીને જામીન મુકત કરતી નામદાર અદાલત

  • આરોપી સતત વર્ષ ૨૦૨૧ થી નાશતા ફરતા હતા પોલીસે ઝડપી લીધા હતા

  • આરોપીઓએ કમીશન મેળવવા મોટી રકમનું મનીલોન્ડરીંગ કરેલ હોવાનો કરાયો આક્ષેપ

  • અદાલતમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીને જામીન મુક્ત કરવા આદેશ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧ મે ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા હરીશભાઈ જેઠાભાઈ પરમાર દ્વારા સને ૨૦૨૧ માં જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ દાખલ કરેલ કે, તેમને ધંધામાં નુકશાન ગયેલ હોય, અને લોનના હપ્તાઓ ચડી ગયેલ હોય, જેથી તેઓ સતત ટેન્સનમાં રહેતા હોય, આ દરમ્યાન તેમનો જતીન પાલા સાથે સંપર્ક થયેલ અને તેમને આ બાબતે વાત કરતા આ જતીન પાલાએ તેમને જણાવેલ કે, આપણે મુંબઈ ખાતે નોકરીનો પ્લાન છે અને ત્યાં જ તમને સેટ કરી દઈશું અને તમને મોટો પગાર પણ મળશે, તમારે તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ અને કે.વાય.સી.ના તમામ દસ્તાવેજો આપવા પડશે અને તમારા નામે બેંકમાં કરન્ટ ખાતું ખોલવું પડશે, તેમ જણાવેલ અને ફરીયાદી આર્થીક સંકળામણમાં હોય, જેથી આ જતીન પાલાની વાતમાં આવી ગયેલ અને ICICI બેંકમાં ખાતું ખોલાવી લીધેલ હતુંઅને ખાતું ખોલાવ્યા બાદ આરોપીઓએ આ ફરીયાદીના તમામ બેંકના દસ્તાવેજો ચેકબુક એ.ટી.એમ.કાર્ડ વિગેરે તમામ દસ્તાવેજો પોતાના કબજામાં રાખેલ અને ફરીયાદીને કહેલ કે, દર મહીને તમને રોકડ રકમ પગારમાં મળી જશે અને આરોપીએ તેમને એક માસ સુધી રૂા.૪૦,૦૦૦/- જેવી રકમ પણ પગાર તરીકે આપેલ અને ત્યારબાદ અચાનક ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ.બેંકમાંથી ફોન આવેલ અને તેમને કહેલ કે, તમારૂ ખાતું બંધ કરી દેવામાં આવેલ છે અને તેમાં મોટી રકમના શંકાસ્પદ વ્યવહાર થયેલ છે જેથી તમારૂ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવેલ છે, તેમ જાણ થતાંની સાથે જ આરોપીઓનો સંપર્ક કરવા ફરીયાદીએ પ્રયત્ન કરેલ પરંતુ આરોપી મળી આવેલ નહી અને તેમને કોઈ જવાબ પણ આપેલ નહીજેથી ફરીયાદીએ જતીન પાલ અને અન્ય ઇસમો સામે બોગસ દસ્તાવેજો બનાવી બનાવટી ખાતા બનાવી અને તે બનાવટી દસ્તાવેજો અને ખાતામાં સાચા તરીકે ઉપયોગ કરી અને મોટી રકમની હેરાફેરી કરેલ હોવાની ફરીયાદ દાખલ કરેલ ફરીયાદ દાખલ કરતા આરોપીઓ ની અટક કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ , ત્યારબાદ આ તપાસ સતત ચાલું હતી અને તપાસમાં આરોપી ખોડુભા લખુભા ચુડાસમાં અને કૈલાશ બીપીનભાઈ ગોહીલનું પણ નામ ખુલેલ અને જે રકમનું ટ્રાન્સેકશન ફરીયાદીના ખાતામાં કરવામાં આવેલ હતું, તેમાં હાલના બંન્ને આરોપીઓના ખાતામાંથી પણ રકમની લેવડ દેવડ થયેલ હોવાનું ખુલેલ હતું, પરંતુ આરોપી સને ૨૦૨૧ થી આજદીન સુધી હાથમાં આવેલ ન હતા, ત્યારબાદ લાંબી તપાસ બાદ આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડવામાં આવેલ અને તેમને પણ જેલ હવાલે કરવામાં આવેલ હતાઆમ, આરોપીઓ દ્વારા નામદાર અદાલતમાં જામીન અરજી કરવામાં આવેલ, ત્યારે સરકારી વકીલ અને તપાસ કરનાર પોલીસ દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ કમીશન મેળવવા મોટી રકમનું મનીલોન્ડરીંગ કરેલ છે, આરોપીઓએ ફરીયાદીના ખાતાના કોરા ચેકો મેળવી અને બોગસ પેઢી બનાવી બિલીંગ કૌભાંડ કરી અને ભારત સરકાર સાથે પણ આર્થીક ગેરરીતી કરેલ છે, આરોપીઓએ મોટી રકમનું કૌભાંડ કરી અને આર્થીક મોટી રકમનો ગેરલાભ મેળવે છે, આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપીઓ ક્યાંય નાશતા ફરતા ન હતા અને જે ફરીયાદીની ફરીયાદ છે, તે જ મુજબ હાલના આરોપીઓને પણ ખોટી રીતે સંડોવી દીધેલ છે અને હાલના આરોપીઓના પણ તમામ ખાતાઓ આ જ રીતે અન્ય આરોપીએ મેળવી અને તેમના સાથે પણ કૌભાંડ થયેલ છે અને સમગ્ર કેસ રેર્ક આધારીત છે અને તે કેસની ટ્રાયલમાં તમામ પુરાવાઓ ધ્યાને લેવામાં આવશે હાલ જામીનના સ્ટેજે હાલના આરોપીઓ હાજર રહેશે અને તેઓ તપાસમાં અને નામદાર અદાલતમાં હાજર રહેશે તેવી બાહેંધરી આપતા હોય, તો આરોપીઓને તેમનો જામીન મુક્ત થવાના અધિકારોથી વંચીત રાખી શકાય નહી, તેવી દલીલો કરવામાં આવેલ આમ, આરોપીઓ તરફે થયેલ દલીલો ગ્રાહય રાખી અને નામદાર અદાલતે આરોપી ખોડુભા જીલુભા ચુડાસમાં તથા કૈલાશ બીપીનભાઈ ગોહીલને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપીઓ તરકે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ , રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.