જામનગરમાંથી વધુ એક જુગારની મીની ક્લબ ઝડપાઇ : મકાન માલિક સહિત સાત પત્તા પ્રેમી ઝડપાયા
કાલાવડ નાકા બહાર ગેલેક્સી પાર્ક વિસ્તારના એક એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાં જુગારના અડ્ડા પર ત્રાટકતી સીટી-એ પોલીસ : રૂા.3.25 લાખની મત્તા જપ્ત
આરોપી : (૧) અલીઅસગરભાઈ ધાબરીયા (૨) હુસેનભાઇ સાજીદભાઈ લાકડાવાળા (૩) હાતિમ ઈકબાલભાઈ અત્તરવાલા (૪) ઈસ્માઈલભાઈ હમજાભાઈ પારેખ (પ) મુસ્તફા હુસેનભાઇ પથારી-વ્હોરા (૬) અબ્બાસ મુર્તઝાભાઈ ગાંધી (૭) બુરહાન મુર્તુજા રેગવાલા
દેશ દેવી ન્યુઝ જામનગર 13.જામનગરના કાલાવડ નાકા બહાર ગેલેક્સીપાર્ક વિસ્તારમાં આલમદાર એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 202 માં રહેતા અલી અસગરભાઈ હુજેફાભાઈ ધાબરીયા ના ફ્લેટમાં બહારથી કેટલાક શખ્સોને એકત્ર કરીને ગંજી પાના વડે રોન- પોલીસ નામનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે, તેવી બાતમી ના આધારે ગઇરાત્રે સીટી-એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત સાત શખ્સો જુગાર રમતાં નજરે પડયા હતા.
સીટી-એ પોલીસે મકાન માલિક અલીઅસગરભાઈ ધાબરીયા, ઉપરાંત હુસેનભાઇ સાજીદભાઈ, હાતિમ ઈકબાલભાઈ અત્તરવાલા, ઈસ્માઈલભાઈ હમજાભાઈ પારેખ, તથા હુસેનભાઇ વ્હોરા તેમજ અબ્બાસ મુર્તઝાભાઈ ગાંધી વગેરે સાત શખ્સોની અટકાયત કરી હતી, અને રોકડ રકમ, મોબાઈલ ફોન, વગેરે સહિત રૂપિયા 3,21,300 ની માલમતા કબજે કરી છે.
આ કાર્યવાહી સીટી – એ ડિવિઝનના Pl મહાવિરસિંહ જલુના માગદર્શન હેઠળ સ્ટાફના નરેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, મહીપાલસિહ એમ.જાડેજા, વનરાજભાઇ બી કાઠી, દેવાયતભાઇ કાંબરીયા, યુવરાજસિંહ વી .જાડેજા, સુનિલભાઇ ડેર તથા પ્રવીણભાઇ બી , પરમાર તથા તથા વિક્રમસિહ બી જાડેજા તથા શીવરાજસીહ એન. રાઠોડ તથા મેહુલ વીસાણી સાજીદભાઇ બેલીમ રવિરાજસિંહ આર , જાડેજા તથા યોગેન્દ્રસિંહ એન .સૌઢા નાઓએ દ્વારા કરવામાં આવી હતી.


