જામનગરના DKV પાસે રીક્ષા ચાલકને માથામાં ધુંબાનો માર મારતા મૃત્યુ કેસમાં એકની ધરપકડ

0
2066

જામનગરમાં ડી.કે.વી પાસે એક રીક્ષા ચાલકને માથામાં ધુંબા મારતાં હેમરેજ બાદ મૃત્યુ નિપજ્યા અંગેના કેસમાં એક આરોપીની ધરપકડ

  • આરોપીને જેલ હવાલે કરાયા બાદ જામનગરની સેસન્સ અદાલત સમક્ષ પોતાને જામીન પર મુક્ત કરવા માટેની અરજી રદ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૪ ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં ડિસેમ્બર માસમાં ડીકેવી કોલેજ સર્કલ પાસે એક રીક્ષા ચાલક ઉપર હુમલો કરીને માથામાં ધુંબા માર્યા બાદ હેમરેજથી રીક્ષા ચાલકનું મોત થયાના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ જેલમાં મોકલી આપ્યો છે. જે આરોપી બાઈક ચાલક દ્વારા સેસન્સ અદાલત સમક્ષ મુકેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.આ કેસની વિગતો એવી છે કે જામનગરમાં ગત તા.૧૬મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઈબ્રાહિમભાઈ માકોડા ડીકેવી કોલેજ પાસે તેની રીક્ષામાંથી પેસેન્જર ઉતારતા હતા, ત્યારે મોટર સાયકલમાં આવેલા અજાણ્યા બે શખસોએ તેઓને ગાળો આપીને માથાના ભાગે ધુંબા માર્યા હતા. તેથી ઈબ્રાહિમભાઈને માથામાં દુ:ખાવો થતાં તેઓએ ઘરે આવીને પત્નીને વાત કરી હતી, અને ઉલ્ટીઓ થવા લાગતાં તેઓને ૧૦૮ મારફ્ત જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને હેમરેજ થયાનું જણાવ્યું હતું. બાદમાં તેઓને ત્યાંથી રાજકોટની સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.આથી મૃતકના પત્ની નફીસાબેનની ફરિયાદ ઉપરથી સિટી બી. ડિવિઝન પોલીસે મારકુટ અને બીએનએસ કલમ ૧૦૫ મુજબ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.જે કેસમાં પોલીસે જામનગરના બાઇક ચાલક જીજ્ઞેશ નવીનચંદ્ર સેલારકાની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરતા તેને જેલમાં મોકલી દેવાનો હુકમ થયો હતો, જેથી તે જેલ હવાલે થયો હતો.