જામનગરમાં સિટી Dysp ની ટીમ અને સિટી-C ડિવિઝન ની પોલીસ ટિમ દ્વારા ઓચિંતી નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર શહેરના અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે કેટલાંક વાહન ચાલકોનો ત્રાસ હોવાની અને બેફામ ગતિએ વાહન ચલાવતા હોવાની રાવ મળી હતી. આથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પાઠ ભણાવવા માટે બુધવારે રાત્રે શહેર ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા તેમજ સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સમર્પણ સર્કલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને વાહનચાલકોમાં ફફડાટ મચી ગયો હતો.જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ખુદ પેટ્રોલીંગમાં જોડાયા હતા, અને સીટી સી. ડિવિઝન પોલીસની ટીમની સાથે રહીને બેફામ સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો અને કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહન ચાલકો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ન હોય, અથવા વાહનોમાં નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકોને રોકી તેમની પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્થળ પર જ કારમાંથી ડાર્ક ફિલ્મ ઉતરાવવામા આવી હતી. આમ ટ્રાફિક નિયમન નો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.