જામનગરના ચકચારી એવા બે પિસ્તોલ કેસમાં “મુન્ના મહાકાલ” નો છુટકારો

0
4433

જામનગર : બે પિસ્તોલ અને છ કારતૂસ સાથે પકડાયેલ ઈસમનો કેસ ચાલી જતાં છોડી મૂકતી નામદાર કોર્ટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૪ જુલાઈ ૨૫ આ કેસની હકીકત એવી હતી કે, આ કામના ફરીયાદી આઈ.કે.શેખ સબ ઇન્સ્પેક્ટર તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ સ્ટાફ અને પોલીસ ઇન્સપેકટર એચ.એચ.શારડા સાહેબ સાથે સિટી “બી” પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન સાથેના સ્ટાફના વ્યક્તિને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આગળના કાય પર જય મહાકાલ અને પાછળના કાચ પર ઝાલા લખેલ કાર જામનગર વિકટોરિયા પુલથી ગુલાબનગર તરફ ગેર-કાયદેસર અગ્નિ શસ્ત્ર હથિયાર રાખી એક ઇસમ નિકળવાનો હોય તેવી બાતમી મળતા બે પંચોને હકીકતથી વાકેફ કરી વોચ માં હોય તે સમય દરમ્યાન ઉપરોક્ત હકીકત વાળી કાર નીકળતા તેને રોકી ડ્રાઇવિંગ સીટ પર બેસેલ ઇસમનું નામ પૂછતા પોતાનું નામ ક્રુષ્ણસિંહ ઉર્ફે મુનો ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા હોવાનું જણાવેલ હોય જે ઈસમની અંગ જડતી કરતાં તેના પેન્ટના ખિસ્સા માથી એક અને કારની જડતી કરતાં એક દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા છ કારતૂસ મળી આવેલ હતી.

જેથી તુરંતજ હેડ ક્વાટરથી આર્મર પણ બોલાવી લેવામાં આવેલ હોય અને તેમના દ્વારા સદરહુ પિસ્તોલની ચકાસણી કરતાં બંને પિસ્તોલો ચાલુ હાલતમાં હોય અને ફાયરિંગ થઈ શકે તેમ હોય જેથી છ જીવતા કારતૂસ, બે ગેર કાયદેશર પિસ્તોલ, મોબાઈલ, કાર વી. પંચનામાની વિગતે કબ્જે કરી ક્રુષ્ણસિંહ ઉર્ફે મુનો ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા વિરુધ્ધ આર્મ્સ એકટની કલમ ૨૫(૧) બી-એ, ૨૯ વી. અંગેની ફરિયાદ નોંધાવેલ હતી.

જેમાં ટ્રાયલ દરમ્યાન પોલીસ આઠ સાહેદો અને બે પંચો ઉપરાંત એફએસએલ અધિકારી તથા જામનગરના પૂર્વ કલેક્ટર અને હાલ જોઇન્ટ સેક્રેટરી ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડિરેક્ટર, ન્યુ દિલ્લી રવિશંકર સાહેબ ને આરોપી વિરુધ્ધ આર્મ્સ એકટ અંગેની ચાર્જશીટ બનાવવાની પરવાનગી આપવા અંગે તપાસવામાં આવેલ હતા. ટ્રાયલના અંતે નામદાર કોર્ટ દ્વારા આરોપી ક્રુષ્ણસિંહ ઉર્ફે મુનો ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલાના વકીલશ્રી મારફતે લંબાણ પૂર્વક દલીલો થયેલ હોય જેમાં નામદાર ટ્રાયલ કોર્ટે આરોપી પાસેથી ફરિયાદમાં જણાવ્યા મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ તેવી હકીકત ફરિયાદ પક્ષ નિશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોવાનું જણાઈ આવતું હોય અને ગુન્હો નિશંકરીતે પડેલ પુરવાથી સાબિત ન થાય ત્યાં સુધી એવું અનુમાન કરવાનું રહે છે કે આરોપી નિર્દોષ છે અને તેનો લાભ આરોપીને આપવો જોઈએ જેથી આરોપી ક્રુષ્ણસિંહ ઉર્ફે મુનો ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલાને હાલના ગુન્હામા શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોક્ત કામે આરોપી તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા , હરપાલસિંહ પી. ઝાલા, કેયૂર કે. અજુડીયા રોકાયેલા હતા.