જામનગર શહેરમાં લોક જાગૃતિ અર્થે સાયબર ક્રાઈમ સેલ ની ટિમ દ્વારા ૪૦ થી વધુ બેનરો લગાવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૮ એપ્રિલ ર૫ જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભરમાં પણ સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ થી બચવા લોકોને જાગૃત કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૪૦થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે.જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે ભારે કવાયત કરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગર સાયબર ક્રાઇમ સેલ ની ટીમે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમ છતાં દિવસે ને દિવસે નવતર રીતે સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોની ફરિયાદો આવી રહી છે.જેના અનુસંધાને લોકો સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ ન બને, તે માટે શહેરના જી.જી.હોસ્પિટલથી ‘લઈને ધનવતંરી મેદાનની સામે, ડીકેવી સર્કલ, પંચવટી સોસાયટી, તેમજ શરૂ સેક્શન રોડ, વિરલબાગ, જોગસપાર્ક સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.
ખાસ કરીને યુવાનો આવા સાયબર ક્રાઈમના ગુનાઓનો ભોગ બનતા અટકે, અને જાગૃત થાય તે હેતુથી બેનર લગાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ધાસુરા તેમજ પીએસઆઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.