જામનગર શહેરમાં ગઈકાલે અષાઢી બીજ નું મુહૂર્ત સાચવતા મેઘરાજા

0
1285

જામનગર શહેરમાં ગઈકાલે અષાઢી બીજ નું મુહૂર્ત સાચવતા મેઘરાજા : ૭ મી.મી. વરસાદ : લાલપુરમાં પણ વરસાદી ઝાપટા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨૮ જૂન ૨૫ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરીથી વરસાદી માહોલ બંધાયો છે. જેમાં ગઈકાલે અષાઢી બીજ ના તહેવારના દિવસે મેઘરાજાએ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મુહૂર્ત સાચવ્યું હતું, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છૂટો છવાયા ૭ મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

જામનગર શહેર બાદ લાલપુર પંથકમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જયારે જિલ્લાના બાકીના તાલુકામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. દરમિયાન જામનગર શહેરમાં આજે સવારથી ફરીથી વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ બનેલું રહ્યું છે.