જામનગર નજીકના વિજરખી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી એક મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી
-
૧૦૮ ની ટીમે તુરત જ સ્થળ પર સારવાર કરીને વધુ સારવારમાં જી.જી. હોસ્પિટલ માં ખસેડ્યા બાદ આજે રજા અપાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ર૫, જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની ૩૫ વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા કે જે ગઈકાલે કોઈ કારણસર અકસ્માતે વિજરખી ડેમમાં પડી ગઈ હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં તુરતજ કેટલાક યુવાનોએ પાણીમાં ઝંપલાવી દીધું હતું, અને તેણીને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધી હતી.થોડો સમય માટે તેણી બેશુદ્ધ બની હતી, અને ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ૧૦૮ ની એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી.જે ટુકડી પણ ઘટના સ્થળે આવી ગઈ હતી, અને સોનલબેન ને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેણીને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ આજે સવારે તેની તબિયત સુધારા પર આવી ગઈ હોવાથી રજા આપી દેવામાં આવી છે.