જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની ઝવેલર્સ નામના શોરૂમમાં થયેલી સોના- ચાંદી ના ઘરેણાં ની ચોરી નો ભેદ ઉકેલાયો
-
રૂપિયા ૨૬.૯૬ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબી ની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ જાન્યુઆરી ૨૬ જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના સોના ચાંદીના શોરૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાંકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોળ-જોડીયા રોડ પરથી ચોરાઉ મુદામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૬.૯૬ લાખની કિંમતના સોના ચાંદીના ચોરાઉ ઘરેણા અને બે બાઈક વગેરે કબજે કરી લીધા છે.
જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશભાઇ હેમતલાલ સોની ની ધ્રોલ નગરપાલીકા સામે આવેલી ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’નામની દુકાનમા ગત તા.૧૪.૧.૨૦૨૬ ના રાત્રી ના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની પાછળની દિવાલમા બાકોરૂ પાડી,દુકાનમાથી સોના ચાંદીના દાગીના કિ.રૂ ૨૬,૯૬,૦૦૦ ની ચોરીને અંજામ આપ્યો હતો.
જે ચોરીનો ગુનો શોધી કાઢવા માંટે જામનગરના પોલીસવડા ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન લોકલ હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર વી.એમ લગારીયા તથા PSI સી.એમ.કાંટેલીયા તથા PSI એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,ધ્રોલ જોડીયા વિસ્તારમા વણશોધાયેલો ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા વગેરેને મળી હતી કે ઉપરોક્ત ચોરી માં મજુરોની સંડોવણી છે, અને આ ઝવેલર્સ ની દુકાનમા ચોરી કરનાર ઇસમો સોના ચાંદીના દાગીના લઇ મોટર સાયકલમા જોડીયા થી ધ્રોલ તરફ આવી રહયા છે.
જેથી ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી ૧, હિમતભાઇ પાંગળાભાઇ મહેડા ઉવ.૨૫ ધંધો ખેતમજુરી રહે. કેશીયા, તા.જોડીયા (૨) શૈલેષભાઇ નવલસીંગ મહેડા ઉવ.૨૩ ધંધો ખેતમજુરી રહે. લખતર, તા.જોડીયા અને (૩) ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા ઉવ.૨૫ ધંધો ખેત મજૂરી રહે. રંગપુર તા.પડધરી ની અટકાયત કરી લીધી હતી.
જેઓ પાસેથી (૧) સોના ની વીટીઓ ,બુટીઓ ચેઇન ,એરીંગ , પેન્ડલ સેટ,કાનની બાલી, ઓમકાર,નાક કાનના દાણા વિગરે સોનાના દાગીના આશરે ૧૭૫ ગ્રામ કિ.રૂ.૧૭,૫૦,૦૦૦ તેમજ ૨) ચાંદીના દાગીના બંગડી ,સાકરા ,લકકી ,કંદોરા ,જુડા ,ચેન,વિટી ,કડલી,બ્રેસલેટ ,સિક્કા ,ડોકીયુ,દાણા,ગાય,મુર્તિ, છતર, જે ચાંદીના દાગીના કુલ વજન-૧૧ કિલો ગ્રામ જેની કિ.રૂ ૯,૪૬,૦૦૦ કુલ રૂપીયા ૨૬,૯૬૦૦૦ નો ચોરાઉ મુદામાલ ઉપરાંત ૪ નંગ મોબાઇલ ફોન બે નંગ મોટર સાયકલ અને ચોરીમા ઉપયોગ લીધેલો લોખંડ નો સળીયો વગેરે કબજે કર્યા છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.
આરોપીઓની ગુન્હો કરવાની થિયેરી
ઉપરોક્ત આરોપીઓએ ધ્રોલ ટાઉનમા આવેલી ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’ની દુકાનમા રાત્રીના ચોરી કરવાના ઇરાદે દુકાન ની પાછળની દિવાલમા લોખંડ સાધનો વડે બાકોરૂ પાડી, દુકાનમા પ્રવેશ કરી, ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.લોખંડના ધારદાર સળિયા વડે જુનવાણી દુકાનની પાછલી દીવાલમાં સૌપ્રથમ એક ઈંટ ને તોડી નાખી હતી, ત્યારબાદ અંદર હાથ નાખી એક પછી એક ઈટ કાઢીને અવાજ ન થાય તે રીતે બાંકોરું પાડી દીધું હતું, અને અંદર ઘૂસી શકાય તેટલી જગ્યા બનાવીને એક પછી તસ્કરો અંદર ઘુસ્યા હતા, અને તમામ ઘરેણાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.


