છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરની અખંડ રામધુનનો આજે ૬૨ માં વર્ષ માં પ્રવેષ: અખંડ રામધૂનને ૨૨૨૭૯ દિવસ થયા
-
બાલા હનુમાનજી ના મંદિરે ધ્વજારોહણ :૫૧ દિવા ની મહા આરતી અને રામ ધૂન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧, ઓગસ્ટ ૨૫ જામનગરના વિશ્ર્વ પ્રસિઘ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં ૬૧ વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. આ અખંડ રામ નામ જાપ આજે તા.૧.૮.૨૦૨૫ના પાવન દિવસે ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં મગંલ પ્રવેશ કર્યો છે અને રામ ધુન ના અખંડ જાપને આજે ૨૨,૨૭૯ દિવસ થયા છે. જે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
આ અવસરે બાલા હનુમાન મંદિરમાં આજે વિશેષ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં ધ્વજા રોહણ અને વિશેષ રામધૂન ઉપરાંત સંઘ્યા આરતી સાથે ૫૧ દિવાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અખંડ રામધુનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.૧.૮.૬૪ના રોજ કર્યો હતો, તે પછી આજદિન સુધી રામધુન અવિરત ચાલુ રહી છે. ગમે તેવા સંજોગો હોય ભુકંપ, વાવાઝોડુ, કોરોના જેવી મહામારીમાં પણ આ અખંડ રામધુન બંધ રહી નથી.
તેમજ અહીં દેશ-વિદેશથી પણ હજારો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, અને રામ ધુનમાં જોડાય છે જે અખંડ રામધૂનના જાપનો આજે નવો કીર્તિમાન સ્થાપિત થયો છે, અને ૬૨ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. જેથી ફક્ત ગણમાં પણ ઉત્સાહ જણાય છે.


