હરિયાણાની પેઢી સામે ૧૦ કરોડ રૂપિયાની ચેક રીટર્ન અંગેની નામદાર અદાલતમાં ફરીયાદ
-
વેપારીને ઈન્વેસ્ટમેન્ટના બહાના તળે તથા મશીન ભાડે રાખી અને રકમની ચુકવણી માટે આપવામાં આવેલ ચેકો પરત ફરતા નામદાર અદાલત સમક્ષ ૧૦ કરોડ રૂપિયાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ
દેશ દેવી ન્યૂઝ તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અનીલ કુમાર અગ્રવાલ તથા જય બજરંગ મણી દ્વારા પેરામાઉન્ડ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન જે હરીયાણા ખાતે આવેલ હોય, તે કંપનીમાં ૮ કરોડ ઉપરની રકમનું રોકાણ કરેલ, ત્યારબાદ આ પેઢીએ તેમની સ્કીમ મુજબ વળતર ન આપતા ફરીયાદી દ્વારા તેમની રકમ પરત આપવા માટેની ઉધરાણી કરતા આરોપીએ તેમની પેઢીના અલગ અલગ ચેકો વેપારીને આપ્યા હતા , તે તમામ ચેકો બેંકમાં જમાં કરાવતા એકાઉન્ટ ક્લોઝડના કારણે રીટર્ન થયેલ, તથા જામનગર ખાતે વસવાટ કરતા શીવ એન્ટરપ્રાઈઝના નામે મશીન ભાડે આપવાનો ધંધો કરતા પ્રવિણસીહ માધુભા વાઢેર દ્વારા ઈશ્વર ચંદ્ર ગરનાયક પેઢીને ગેસ ફીટીંગનો કોન્ટ્રાકટ મળેલ હોય, તે પેઢીમાં પોતાનું એકસેવેટર મશીન ભાડે આપેલ, આ મશીન લાંબો સમય સુધી આ પેઢીએ ચલાવેલ અને પાર્ટ પેમેન્ટ ચુકવણી કરતા ત્યારબાદ પેમેન્ટની ચુકવણી બંધ કરેલ હોય, અને ફરીયાદીએ પોતાનો હીસાબ કલીયર કરવા માટે જણાવતા આ પેઢી દ્વારા તેમના ખાતાના અલગ અલગ ચેકો આપેલ તે ચેકની કુલ રકમ ૭૦ લાખ જેવી હતી, આ તમામ ચેકો ખાતામાં જમાં કરાવતા તમામ ચેકો અપુરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા
આ બંન્ને વેપારીઓએ વકીલનો સંપર્ક કરી અને આ રીતે તેમની કાયદેસરની લેણી રકમ મળેલ ન હોય, તે બાબતની આરોપી પેઢી અને તેમના જવાબદારોને નોટીસ પાઠવેલ, તે નોટીસ આપ્યા બાદ પણ આરોપી પેઢી ધ્વારા કોઈ રકમ જમાં કરાવેલ ન હોય અને નોટીસનો જવાબ પણ આપેલ ન હોય, જેથી ફરીયાદી અનીલ કુમાર અગ્રવાલ અને જય બજરંગ મણી ધ્વારા પેરામાઉન્ટ સોલ્યુશન તથા તેમના ડાયરેક્ટરો સામે ૮ કરોડ રૂપિયાની ચેક રીટર્નનની ફરીયાદ દાખલ કરેલ અને શીવ એન્ટરપ્રાઈઝના માલીક પ્રવીણસીહ માધુભા વાઢેર ધ્વારા ઈશ્વર ચંદ્ર ગરનાયક સામે ૭૦ લાખની ચેક રીટર્નની ફરીયાદ કરેલ, આ તમામ ફરીયાદમાં આરોપીને નામ.અદાલતમાં હાજર થવા માટે ફરમાન સમન્સ ઈશ્યુ કરવામાં આવેલ છે.
આ કેશમાં વેપારી અનીલકુમાર અગ્રવાલ તથા જય બજરંગ મણી ત પ્રવિણસીંહ માધુભા વાઢેર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ રણજીતસિંહ ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.


