જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૧ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

0
1661

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ૦૭ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૦૦.૦૫ લાખના ૧૧ વિકાસ કાર્યો ના ખાતમુહૂર્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૫, જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં ફરીથી વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઈ છે, અને વોર્ડ નંબર ૦૭ માં વધુ ૧૦૦.૦૫ લાખના ખર્ચે ૧૧ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ ૧૩.૯.૨૦૨૫ ને શનિવારના સવારે ૯.૪૫ કલાકે જામનગરના વોર્ડ નંબર સાતમાં આવેલી આનંદ સોસાયટી શેરી નંબર સાત અને આઠમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે ખોડીયાર કોલોની શક્તિ નગર પોલીસ ચોકીની બાજુમાં ઉમેશભાઈના ઘર પાસેથી પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૦.૧૫ કલાકે શિવમ પાર્ક શેરી નંબર ચારમાં કરણસિંહ સોલંકી ના ઘર પાસે આવેલા કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે કેવલિયા વાળી સોસાયટી શેરી નંબર ત્રણમાં શિવ દર્શન એપાર્ટમેન્ટ વાળા રસ્તા પર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, સાથે સાથે ઉપરોક્ત સોસાયટીના કોમન પ્લોટ માં કોમ્યુનિટી હોલ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.ત્યાર પછી સવારે ૧૦.૪૫ કલાકે ઓશવાળ -૪ સોસાયટી, શેરી નંબર -૧ માં અશ્વિનભાઈ માલાણી ના ઘર પાસે કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે સવારે ૧૧.૦૦ વાગ્યે ગજાનંદ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ ની સામે ના કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેની સાથે સાથે સવારે ૧૧.૧૫ કલાકે મયુર પાર્ક સોસાયટી શેરી નંબર એક તથા બે માં ઓર્ચીડ બિલ્ડીંગ પાસે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યાર પછી સવારે ૧૧.૩૦ કલાકે વાસાવીરા સોસાયટી ભાનુ પાર્ટી પ્લોટ ની બાજુની શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, અને તેની સાથે જ શિવમ એવન્યુ -૧ પાસેના કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામ નું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યાર પછી સવારે ૧૧.૪૫ કલાકે સીતારામ સોસાયટી મહાકાળી ના મંદિર પાસે આંતરિક શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરી લેવાયું હતું.આ ખાતમુહૂર્તના કાર્યક્રમોની શૃંખલામાં ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા,શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાષક પક્ષના નેતા આશિષભાઇ જોષી આ ઉપરાંત વોર્ડ નંબર ૦૭ ના ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો, અને વોર્ડ નંબર ૦૭ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.