જામનગર વાસીઓએ ભારતની ક્રિકેટ મેચની હાઈ-પ્રોફાઇલ મેચની જીતનો જશ્ન ઉત્સાહ ભેર મનાવ્યો

0
1710

જામનગર વાસીઓએ વરસતા વરસાદે પણ ભારતની ક્રિકેટ મેચની હાઈ-પ્રોફાઇલ મેચ ની જીત નો જશ્ન ઉત્સાહ ભેર મનાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ સપ્ટેમ્બર ૨૫ એશિયા કપની ફાઇનલ મેચમાં ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમેં રણ મેદાનમાં પાકિસ્તાનને વધુ એક વખત ધોબી પછડાટ આપી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો, જેની જીતના જશ્ન જામનગર વાસીઓએ વરસતા વરસાદે પણ મનાવ્યો હતો.ગઈકાલે રાત્રે જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેની સાથે સાથે દુબઈમાં રમાઈ રહેલી એશિયા કપની ક્રિકેટ મેચમાં ભારતીય સ્ટાર બેસ્ટ મેન તિલક વર્મા વગેરેએ ભારતને ત્રણ બોલ બાકી હતા, એ પહેલાંજ જીત અપાવી હતી, અને સમગ્ર ભારતવાસીઓ ખુશખુશાલ બન્યા હતા. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ચાલુ વરસાદે પણ અનેક ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા, અને હાથમાં તિરંગો ફરકાવીને શાનદાર જીતની ઉજવણી કરી હતી.ખાસ કરીને હવાઈ ચોક વિસ્તારમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થઈ ગયા હતા, અને ‘ભારત માતાકી જય’ ના નારા ગજવીને ભારત ના વિજય પર્વ ઉજવ્યું હતું, તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી, અને જામનગર વાસીઓનો વરસતા વરસાદે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.