જામનગરમાં રહેતી એક સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની અટકાયત : જેલમાં ધકેલાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૫, જામનગરના એક વિસ્તારમાં રહેતી એક સગીરા પર તેના પાડોશમાજ રહેતા એક શખ્સ કે જેણે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનારની માતાને સમગ્ર બનાવની જાણ થતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરાની માતા દ્વારા પોતાની પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમે આરોપી ની અટકાયત કરી લીધી છે, અને તેની સામે પોકસો તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેને જેલમાં મોકલી દેવાયો છે.સગીરાની પણ તબીબી ચકાસણી કરી લેવાયા બાદ તેણીને માતા સાથે ઘેર મોકલી દેવાઇ છે.


