જામનગર : મુંગણી ગામના ગરાસીયા પ્રોઢના ચકચારી હત્યાના ગુનામાં મુખ્ય આરોપી જામીન મુકત જામનગર સેશન્સ કોર્ટ’
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ જાન્યુઆરી ૨૬ આ કેશની ટુંકમાં વીગત એવી છે કે, ફરીયાદી ને આરોપી મહેન્દ્રસિહં હેમતસિંહ પીંગળના કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તેણીએ ફરીયાદીને સોનાનો ત્રણ તોલાનો હાર આપી લોન લીધેલ હોય જે વાતની જાણ આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ ને થતાં તેઓએ ફરીયાદી પાસેથી હાર પાછો લઈ તેના રૂપીયા ચુકવી આપેલ હોય અને ત્રીસ હજાર રૂપીયા દેવાના બાકી રાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ (૧) મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ (૨) જયવિરસિંહ ચંદુભા પીંગળ (૩) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૪) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ ફરીયાદીના પિતાજી રાજેન્દ્રસિંહ રણુભા કેર પોતાના ફળીયામાં સુતા હોય ત્યારે ફળીયામાં પ્રવેશ કરી આરોપી જયવિરસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ નાઓએ મરણજનાર રાજેન્દ્રસિહં રણુભા કેર ને દબાવી આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ તથા મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ છરી ગુપ્તી વડે શરીરે ધા મારી શરીરે ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન ફરીયાદીના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું અવસાન થયું હતું
આથી આરોપીઓએ ફરીયાદી ના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું ખુન કરી એકબીજાની મદદગારી કરેલ તેવા આક્ષેપો સાથે BNS ની કલમ-૧૦૩ (૧) ,૧૦૯ (૧) , ૧૧૮ (૧) ,૩૩૨ (એ) , ૩(૫) , ૫૪ તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫ (૧) મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી. જે બાદ આરોપીઓ આરોપી (૧) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨)અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરને જામીન મુકત કરવામાં આવેલ.ત્યારબાદ મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળ જેઓ જયુડીશ્યલ કસ્ટડીમાં હોય તેઓએ તેમના વકીલ શ્રી અશોક એચ.જોશી મારફત જામીન પર મુકત થવામાટે જામનગર સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેના અનુંસંધાનમાં મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળ ના વકીલશ્રી અશોક એચ.જોશી દવારા દલીલો અને નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ કરી અને અરજદારને જામીન મુકત કરવા રજુઆત કરવામાં આવેલ તેમજ સરકાર તરફે આરોપીની જામીન નામંજુર કરવા વાઘાં લેવામાં આવ્યા હતા.
બન્ને પક્ષોની લંબાણ પૂર્વકની દલીલો સાંભળી નામદાર કોર્ટ સેસન્સ કોર્ટ દ્વારા અરદાર ના વકીલ અશોક એચ.જોશી ની દલીલો ધ્યાને લઈ આરોપી મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળના ને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલઆરોપી તરફે વકિલ અશોક એચ. જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી.મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી.પરમાર રોકાયેલ હતા.


