કાલાવડ તાલુકા ના પાંચદેવડા ગામે લુંટ ને અંજામ આપનાર છ આરોપીઓને પકડી પાડતી એલસીબી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ડિસેમ્બર, ૨૫ જામનગર જિલ્લા કાલાવડ તાલુકામાં લુટ બનાવ બન્યો હતો.જે લુંટના બનાવ અંગે એલસીબી પોલીસ ની ટીમ તપાસ માં હતી, અને બાતમી ના આધારે છ આરોપીઓ ને લૂંટ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.કાલાવડ ના મોટા પાંચદેવડા ગામ માં ગત તા.૩૦/૧૧/૨૦૨૫ ના રાત્રીના ૧૨ થી ૨ વાગ્યા હીરુબેન કાનાભાઈ અને કાબાભાઇ ભીખાભાઇ અજુડીયા નામના બુઝુર્ગ દંપતી પોતાની વાડી એ સૂતા હતા, ત્યારે કેટલાક લુંટારૂઓ આવી ચઢ્યા હતા.અને કપાળના ભાગે પથ્થર મારી લોહી કાઢી હિરુબેન કાબાભાઈ અજુડીયા એ બંને કાનમા પહરેલ સોનાના કાપ (બુટી) ૨ તોલાની જેની આશરે કિ.રૂ.૬૦,૦૦૦ ની બંને કાનમાથી ખેંચી કાઢી લઇ જઇ તથા ઘરની અંદર રહેલ તીજોરીનો લોક તોડી તેમાથી ચાંદીની એક વીટી તથા બે ચાંદીની બંગડી જેની આશરે કિ.રૂ.૫૦૦૦ એમ કુલ આશરે રૂ.૬૫,૦૦૦ ની કિંમતના દાગીના ની લુંટ ચલાવી નાસી ગયા હતા. જે અંગે વીરાંગભાઈ આજુડિયા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન એલ.સી.બી સ્ટાફ ને બાતમી મળેલ તેમજ કમાન કંટ્રલ રૂમ ની મદદ મેળવી , કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે લુંટ કરનાર તથા લુંટમા મદદ કરનાર છ પુરૂષો લુંટ કરેલ ના મુદામાલ સાથે નાઘેડી ગામે જી.આઈ.ડી.સી. વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ ના કોમ્યુનીટી હોલ સામે ઉભેલ છે. તેવી હકિકતના આઘારે તમામ ને પકડી પાડી તેઓ ના કબ્જામાથી લુંટનો મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ સી.એમ.કાંટેલીયાએ કાયદેસર ની કાર્યવાહી કરી છે. અને વધુ કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે
પકડાયેલ આરોપી માં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અરજણભાઈ વારોતરીયા ( ઉંમર વર્ષ ૪૬ ધંધો રહેવાસી નાઘેડી ગામ પાણી ના ટાંકા પાસે તાલુકો જીલ્લો જામનગર), ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા રહે નાઘેડી ગામ મેહુલ પ્રાથમિક શાળાની સામે તાલુકો જીલ્લો જામનગર), નારણભાઈ વિરાભાઈ હુણ જાતે ( રહેવાસી મોટા પાંચદેવડાગામ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર), મુન્નાભાઈ અમરૂભાઈ ભાભર ( મોડપરગામ લાલાભાઈ ની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ બહીડાગામ તળિયા ફળી તાલુકો જોબટ પોલીસ સ્ટેશન બોરી જિલ્લો આલીરાજપુર મધ્ય પ્રદેશ) , સાગરસિંગ રાયસીંગ અલાવા ( રહે. મોડપરગામ ધાનાભાઈ જેઠાભાઈ નંદાણીયા ની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ રહે.ગડરાવતગામ ભીલવાફળી તાલુકો ટાંડા પોલીસ સ્ટેશન ટાંડા જિલ્લો ધાર મધ્યપ્રદેશ), પંકજભાઈ ભારતભાઈ બિલવાલ ( રહે. મોડપરગામ રેલ્વેના પાટા પાસે તા.લાલપુર જી.જામનગર મૂળ ગામ ચાપર ખેડાલ જરી ફળિયુ તાલુકો સણાપુર થાના સણાપુર જીલ્લો જાંબવા મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે.જ્યારે બીલાલ રકસીંગભાઈ વસુનીયા (રહે.છોટીઉરીગામ તા.જી.આલીરાજપુર) , ભવાનભાઈ જીથરાભાઈ ધાવડ ( આદિવાસી રહે. ભુજ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ) , અશોકભાઈ બાવાભાઈ વસોયા ( રહેવાસી તરઘડીયાગામ તાલુકો જીલ્લો રાજકોટ) ને પોલીસ શોધી રહી છે.
પોલીસે લૂંટમાં ગયેલ સહિત નો મુદામાલ કબજે કર્યો છે.જેમાં સોનાની બુટ નંગ-નંગ-૨ વજન આશરે ૨૦ ગ્રામ કિ.રૂ કિ.રૂ.૬૦,૦૦૦ , ચાંદીની વીટી તથા બે બંગડી કિ.રૂ.૫૦૦૦ , મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૩૦,૦૦૦ ) ,. રોક્ડા રુપીયા ૫૨,૨૭૦ , ઇકો કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬,૪૭,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


