જામનગર : કાલાવડના નાનીભગેડી ગામે ભેંસના ચાર પગ બાંધી મોતને ઘાટ ઉતારી દીધી

0
6050

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે કુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો

  • એક ખેડૂત ના વાડામાં બાંધેલી ભેંસને કોઈ અજ્ઞાત શખ્સે ચારેય હાથ પગ બાંધી મૂઢ માર મારી મૃત્યુ નીપજાવવાની પોલીસ ફરિયાદ

  • ભેસ નું નિષ્ણાત ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવામાં આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી એક ભેંસ પ્રત્યે કોઈ નરાધમ દ્વારા ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બનાવને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાર જોવા મળી રહ્યો છે.કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી કે જેઓએ પોતાની વાડી માં ખીજડાના ઝાડ નીચે એક ભેંસ બાંધીને રાખી હતી, જે ભેંસના કોઈ અજ્ઞાત શખ્સે ચારેય પગ દોરડેથી બાંધી દીધા હતા, ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ પેટના તથા શરીરના અન્ય ભાગોમાં મૂઢ માર મારી ભેંસનું મૃત્યુ નીપજાવ્યું હતું.આ બનાવને લઈને ખેડૂત તેમજ આસપાસના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી, અને લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી દ્વારા પોતાની વાડીમાં ઘૂસી જઈ પોતાની ૭૦ હજાર રૂપિયા ની કિંમત ની ભેંસને બાંધી ક્રૂરતા પૂર્વક મારી નાખવા અંગે ની ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. પરમારે પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ એ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આ કૃત્ય આચરનાર આરોપી ની શોધ ખોળ હાથ ધરી છે.