જામનગરમાં શ્રાવણી મેળો યોજવા અંગેની અનિશ્ચિતતા ના વાદળો આખરે દૂર થયા
-
જામનગરની અદાલતે લાંબા કાનૂની જંગ પછી અરજી રદ કરતાં મેળો યોજવાનો માર્ગ મોકળો થયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, પરંતુ ટ્રાફિક સહિતના મુદ્દાને લઈને મેળાના આયોજન સામે જામનગરની અદાલતમાં મનાઈ હુકમ મેળવવા માટે નો દાવો કરવામાં આવ્યો હતો.
જામનગરના એક નાગરિક દ્વારા મેળો યોજવા સામે મનાઇહુકમ મેળવવા માટે અરજી કરાઈ હતી, અને જુદા જુદા કારણો રજૂ કરાયા હતા. તેમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા, અને નીચેની અદાલત તેમજ સેશન્સ અદાલતમાં આ મામલે ગત સપ્તાહે કાનૂની જંગ ચાલ્યો હતો.એક તબક્કે અદાલત દ્વારા મેળાના આયોજન માટે હંગામી સ્ટે આપ્યો હતો, અને નીચેની અદાલતમાં ફરીથી સુનવણી થઈ હતી. જેમાં શુક્રવારે લાંબા કાનૂની જંગ બાદ ફાઇનલ ચુકાદો સોમવાર પર મુલતવી રાખ્યો હતો.
દરમિયાન આજે અદાલત દ્વારા મહાનગરપાલિકાની ની તરફેણમાં ચુકાદો આપ્યો છે, અને મનાઈ હુકમ મેળવવાની માંગણી રદ કરી છે. જેથી હવે શ્રાવણી મેળો યોજવા માટેનો માર્ગ મોકળો બન્યો છે, અને તંત્ર ફરીથી તડામાર તૈયારીમાં લાગી ગયુ છે. આગામી સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા મેળા નો પ્રારંભ ક્યારથી થશે, તેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. અને આગામી સાતમ આઠમના તહેવારો દરમિયાન જામનગર શહેર જિલ્લાની પ્રજા મેળાનું મનોરંજન માણી શકશે.


