કાલાવડના ધુનધોરાજી ગામમાં ૭૦ વર્ષના બુજુર્ગ મહિલા પર દિવાલ ઘસી પડતાં દટાઈ જવાથી અપમૃત્યુ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા કાંતાબેન અરજણભાઈ ટીંબડીયા નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાની વાડીએ પાણી ભરવાના હોજની દીવાલની બાજુમાં બેઠા હતા, જે દરમિયાન અચાનક હોજની પાકી દિવાલ તૂટીને ધસી પડી હતી.
જે દિવાલની નીચે દટાઈ જવાના કારણે ગંભીર ઇજા થઇ હતી, અને તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આબનાવ અંગે એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.