જામનગરમાં બ્રહ્મ સમાજના બહેનોએ બેડી મરિન પોલીસ સ્ટેશનના PI તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધનનું પૂર્વ મનાવ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯, ઓગસ્ટ ૨૫ જામનગર શહેરમાં બ્રહ્મ સમાજના બહેનોએ પોલીસ એ પ્રજાના મિત્ર છે, એ વાત તો ખરી, પરંતુ જામનગરના બહેનોના ભાઈઓ તરીકે પણ અડીખમ ઉભા રહીને સુરક્ષા પ્રદાન કરે છે, તેવી પ્રતીતિ વ્યક્ત કરવા માટે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફને રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મનિષાબેન સુંબડ ઉપરાંત અન્ય બ્રહ્મ સમાજના મહિલા અગ્રણીઓ મીનાબેન જ્યોતિષી, વૈશાલીબેન જોષી, હિરલબેન મીન, ભાગ્યશ્રીબેન પાઠક, ધારીણીબેન ત્રિવેદી, જાગૃતિબેન બીપીનભાઈ ત્રિવેદી, મીનાબેન વ્યાસ, અને માધવીબેન રાવલ વગેરેએ બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.આઈ. વી.બી. ચૌધરી તેમજ અન્ય પોલીસ સ્ટાફ એએસઆઇ શક્તિસિંહ જાડેજા, રાજભા જાડેજા,ધર્મેન્દ્રસિંહ જેઠવા, રાજભા ઝાલા વગેરેને રાખડી બાંધી હતી, અને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું.
પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સ્ટાફ વગેરે એ પણ તમામ બહેનો સાથે પોલીસ સ્ટેશનમાં બેસીને મુક્ત મને ચર્ચાઓ કરી હતી, અને પોલીસ અધિકારી તથા અન્ય પોલીસ ભાઈઓ વગેરે એ બહેનોને સુરક્ષાની સંપૂર્ણપણે ખાતરી ઉચ્ચારી હતી. સાથો સાથ એકબીજાને મીઠા મોઢા કરાવ્યા હતા, અને ભાઈ-બહેન ની પવિત્ર ફરજ નિભાવી હતી.


