ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ની યુવતી એકા એક લાપતા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૬ ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ની યુવતી ગુમ થતા તેની ના પિતા એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે.ત્રણ તાલુકાના લતીપર ગામના રહેતી દક્ષાબેન ચંદુભાઈ સરવૈયા નામ ની ૧૮ વર્ષ ની યુવતી ગત તા.૩૦/૯/૨૫ ના રાત્રે ૮:૩૦ વાગ્યે પોતા ના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત ફરી નથી. આથી તેણી ના પિતા ચંદુભાઈ જેરામભાઈ સરવૈયા એ ધ્રોલ પોલીસ માં ગુમ નોંધ કરાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા એ તપાસ હાથ ધરી છે.