જામનગર : લાલપુરના પડાણા ગામમાં લગાવવામાં આવેલા જુદા જુદા ૧૭ જેટલા CCTV કેમેરાની ચોરી

0
2027

લાલપુર તાલુકાના પડાણા ગામમાં લગાવવામાં આવેલા જુદા જુદા ૧૭ જેટલા સીસીટીવી કેમેરા ની ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ

  • તસ્કરે ઓળખ છુપાવવા અલગ અલગ બે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા: મોઢે કપડું બાંધેલો એક તસ્કર સીસીટીવી માં કેદ થયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧ ,ડિસેમ્બર ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાંથી જુદા જુદા ત્રણ સમયગાળા દરમિયાન રાત્રિના કોઇ તસ્કરોએ પ્રવેશ કરી અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા ૧૭ જેટલા સીસીટીવી કેમેરાઓ અને તેને લગતી સામગ્રી વગેરેની ચોરી કરી લઈ ગયા હતા.આ બનાવ અંગે પડાણા ગામના તલાટી કમ મંત્રી પરેશભાઈ બાબુભાઈ પટેલે મેઘપર પડાણા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત તસ્કરે પોતાની ઓળખ છુપાવવા માટે બે સીસીટીવી કેમેરાઓ તોડી નાખી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે પોતે અન્ય કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેણે પોતાના મોઢા પર કપડું બાંધેલું હતું, અને પાછળ ખંભામાં એક મોટો થેલો ટીંગાડેલો હતો, જેમાં કેમેરાની ચોરી કરીને અંદર થેલામાં મૂકીને ભાગી છૂટ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.