જામ સાહેબે ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

0
3

પહેલગામ આતંકવાદી હુમલા ના વળતા પ્રહારમાં ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બદલ જામ સાહેબે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ મે ૨૫, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી ૨૬ નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્વક હત્યા કરી હતી. જેનો આજે ભારતીય સૈન્ય એ બદલો વાળી દીધો છે, અને ૧૫ દિવસ બાદ ‘ઓપરેશન સિંદૂર’ સફળતાપૂર્વક પાર પાડ્યું છે, અને સંખ્યાબંધ આતંકવાદીઓ ના ઠેકાણા ઉડાવી દીધા છે, અને અસંખ્ય આતંકવાદીઓનો પણ ખાતમો કરી નાખ્યો છે. ત્યારે જામનગરના માજી રાજવી જામ સાહેબ દ્વારા ભારતીય સૈન્ય ને શાબાશી આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપીને શુભેચ્છા પત્ર લખ્યો છે, જે અહીં અક્ષરસ્ પ્રસ્તુત છે.

પરમ વંદનીય નરેન્દ્ર ભાઈ,

આપણું સાચા અર્થમાં ખૂબ મહાન રાષ્ટ્ર છે તે દુનિયાને બતાવવા બદલ વિશ્વભરમાં રહેલા તમામ ખરા જાડેજાઓ વતી હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપના નેતૃત્વમાં શૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદભુત શસ્ત્રો સાથેની પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે.ભારતીય સેનાને ખૂબ શાબાશી અને પરમ આદરણીય પ્રધાનમંત્રીનો ખૂબ આભાર. ઐતિહાસિક મહત્વ માટે મહત્વપૂર્ણ એવી મહાન સિદ્ધિઓ માટે માતાજી આપને આશીર્વાદ આપે. જય ભારત જામસાહેબ