જામનગરમાં ફરી શ્વાનના આડેધડ ખસીકરણ : મોતનો તોડવ શરૂ.!!!
-
ડોગ કેચિંગવાન દ્વારા વહેલી શ્વાનને ઉઠાવી જતા હોવાથી તે બિમાર હોય તેનો ખ્યાલ આવતો નથી : જીવદયા પ્રેમી
-
ડોગ સ્ટેરીલાઇકેશનનું કામ કરતી સંસ્થા સામે અન્ય શહેરોમાં ફરીયાદ ઉઠી છે.
દેવી ન્યૂઝ જામનગર તા. ૭ સપ્ટેમ્બર ૨૫ જામ્યુકો દ્વારા શહેરમાં શ્વાનના ખસીકરણ અંગેનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારે જે સંસ્થાને કામગીરી સોપાઈ છે તેમાં શ્વાન ના આડેઘડ ખસીકરણ કરવામાં આવતું હોવાની અને સર્જરી કરાયેલા શ્વાનને છોડી મૂકાયા બાદ ટપોટપ મોત થતા હોવાનો આક્ષેપ જીવદયા પ્રેમી પાયલબેન ઓઝા દ્વારા દિલ્લીની એક એનજીઓ ને ફોટો વિડીયો સાથે ચોકાવનારી રજૂઆત કરતા હકકંપ મચી ગયો છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ડોગ કેચિંગવાન વહેલી સવારે અંધારામાં કુતરાઓને ઉઠાવી જતી હોવાના કારણે બિમાર હોય તેનો ખ્યાલ આવતો નથી જેને લઇ સર્જરી માટે સક્ષમ ન હોવાના કારણે મોતને ભેટી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્વાનોનું ખસીકરણ , રસીકરણ કર્યા પછી તે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પુનઃ તેના જ વિસ્તારમાં છોડી મૂકવામાં ની કાર્યવાહી કરવામાં આવતી હોય છે , પરંતુ જામ્યુકો એ જેં સંસ્થાને ખસીકરણની કામગીરી સોંપી છે તે સંસ્થા દ્વારા શ્વાનને સ્વરથ થયા પહેલા છોડી મુકવામાં આવતા હોવાની અનેક ફરીયાદ ઉઠી છે. જેને કારણે શ્વાન મોતને ભેટી રહ્યા છે.બે દિવસ પહેલા લીમડા લાઈન વિસ્તારમાં સર્જરી કરી છોડી મુકાયા બાદ માદા શ્વાનનું લોહીથી નીકળતી હાલતમાં મોત નીપજતા જીવદયા પ્રેમીમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો બીજી બાજુ જામ્યુકોની ઉચ્ચ કમિટી એ જવાબદારો સામે તપાસ કરી પ્રાણીઓ સાથે કુ૨તાભરી કાર્યવાહીને બદલે યોગ્ય દિશામાં કામગીરી કરવા તેવી માંગણી ઉઠી છે.