જામનગરમાં યુવકની પત્ની રિસામણે બેઠી, અને સાઢું અને તેના બે પુત્રોએ ખૂની ખેલ ખેલી હત્યા નિપજાવી

0
9003

જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં એક યુવાનની હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

  • મૃતક ની પત્ની રિસામણે બેઠી હોવાથી તેના સાઢુભાઈ અને તેના બે પુત્રોએ છરી અને પાઇપ વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાનું ખુલ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૫ જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં રવિવારે બપોરે એક યુવાનને છરી અને પાઇપ વડે હુમલો કરી હત્યા નીપજાવાઇ હતી. મૃતક યુવાનની પત્ની રિસામણે બેઠી હોવાથી જામનગરમાં જ રહેતા તેના સાઢુભાઈ અને તેના બે પુત્રએ આ બાબતે તકરાર કર્યા પછી છરી અને ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે મામલે પોલીસે હત્યા અંગે ગુનો નોંધ્યો છે, અને ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર પાણાંખાણ વિસ્તારમાં રહેતો રોહિત દિલાભાઈ પરમાર નામનો ૩૨ વર્ષનો યુવાન આજે રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યાના અરસામાં પાણાંખાણ વિસ્તારમાં ઉભો હતો, જે દરમિયાન તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્રો સુજલ અને વિમલ કે જેઓએ આવીને રોહિતની પત્ની તેજલ કે જે રીસાણી બેઠી હતી, અને તેના માવતરે મેટોડા ચાલી ગઈ હતી, જે બાબતે તકરાર કરી હતી.જ્યાં ઉગ્ર ઝઘડો થયા બાદ નરેશ અને તેના બે પુત્રોએ રોહિત ઉપર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો, અને ત્યાંથી ભાગી છુટ્યા હતા.રોહિત ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવની જાણ થતાં શહેર વીભાગના ડીવાયએસપી જયવીરસિંહ.એન. ઝાલા અને સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બનાવવાના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતક રોહિતના પિતા દિલાભાઈ વીરાભાઇ પરમાર ની ફરિયાદના આધારે તેના પુત્રની હત્યા નીપજાવનાર નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્ર સુજલ અને વિજય સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, અને ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ હત્યાના બનાવને લઈને શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.