જામનગરમાં અંધાશ્રમ આવાસ વિસ્તારમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે તકરાર
-
એક મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પાડોશી મહિલા અને તેના પુત્રનો ધોકા વડે હુમલો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૫, જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેના પાડોશમાં રહેતી મહિલા અને તેના પુત્ર એ ચારિત્ર્યની શંકાના આધારે માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસના નોંધાવાઈ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રંજનબેન અશોકભાઈ ગુઢકા નામની ૫૦ વર્ષની મહાજન જ્ઞાતિની મહિલાએ પોતાના માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતી ગુલાબબા નીરૂભા જાડેજા, અને તેના પુત્ર રાજ ઉર્ફે લાલિયો નીરૂભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા કે જેણે પાડોશમાં રહેતી હુમલાખોર મહિલા ગુલાબબાના પતિ નિરુભા જાડેજા કે જેને પોતાના ભાઈ માનેલા હોવા છતાં બંને આરોપીઓએ ચારિત્ર્ય અંગે શંકા કરીને આ હુમલો કરી દીધા નું જાહેર કરાયું છે.ઉપરાંત પોલીસ ફરિયાદ ન કરે તે માટે જી.જી. હોસ્પિટલમાં તેમજ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પણ આવીને ધાકધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.