દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મનપાનો રૂપિયા ૬.૯૩ લાખનો વેરો નહીં ભરનાર કારખાનેદારે ટેક્સ અધિકારીને ધક્કો મારી ઉધતાઈ ભર્યું વર્તન કર્યું
-
જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં કારખાનેદાર સામે ફરજમાં રૂકાવટ અને ધાકધમકી આપવા અંગેનો ગુનો નોંધાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૫, જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ગઈકાલે દરેડ જીઆઇડીસી ઉદ્યોગ નગર વિસ્તારમાં બાકી રોકાતા વેરા ની વસુલાતની કામગીરી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન એક કારખાનેદારે ટેક્સ અધિકારીને ધક્કો મારી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી, તેમજ અન્ય સ્ટાફને પણ ધાક ધમકી આપી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાથી તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસમથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પ્લોટ નંબર ૩૪૨૦ અને ૩૪૨૧ માં આવેલા ઓરેન્જ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં તેના માલિક મિતેષ ત્રિભોવનભાઈ ભાલોડીયા દ્વારા ગઈકાલે ટેક્સ ચૂકવવા બાબત તકરાર કરી હતી. કારખાને દારે જામનગર મહાનગરપાલિકાને ૬.૯૩ ૯૧૯ નો વેરો ચૂકવવાનો બાકી છે, જે નું ચેકીંગ કરવા માટે ગયેલી ટીમ સાથે કારખાને ભારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.
ટેક્સ અધિકારી જીગ્નેશભાઈ નિર્મલ કે જેઓને કારખાનેદાર મિતેશ ભાલોડિયાએ ધક્કો મારી દીધો હતો, તેમજ અન્ય સ્ટાફ સાથે પણ બબાલ કરી હતી. જેથી સમગ્ર મામલોબ પંચકોસી બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કારખાનેદાર મિતેશ ભાલોડીયા સામે ફરિયાદ નોંધાવતતાં એમ એમ જાડેજાએ જીગ્નેશભાઈ નિર્મળ ની ફરિયાદ ના આધારે કારખાનેદાર સામે બીએનએસ કલમ ૨૨૧ મુજબ ગુનો નોંધ્યો છે. જે ફરિયાદ ને લઈને ઉદ્યોગ નગર વિસ્તારમાં સોપો પડી ગયો છે.