જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી પરપ્રાંતિય મહિલાનો ગળે ટુપો દઈ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર
-
પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડતો થયો: મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવાયું: હત્યામાં અનૈતિક સંબંધો કારણભૂત
-
મૃતકનો પરિવાર બે દિવસ પહેલાં ગુમ થનારને શોધી રહ્યો હતો: દરમિયાન આજે પુત્રના મિત્રના ઘરમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસે હત્યા નો ગુન્હો નોંધ્યો
-
હત્યારા આરોપીએ રીંકી દેવી ના મૃતદેહને પોતાનાજ ઘરમાં સંતાડી પુત્ર સાથે શોધવામાં મદદનું નાટક કર્યું
-
રિન્કી દેવી સાથે અનૈતિક સંબંધો બાંધવા માટે તેણીના પુત્ર સાથે મિત્રતા કેળવીને ઘરમાં આવન જાવન કરતો હતો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૬, જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે જ એક મહિલાની હત્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને સમગ્ર બનાવવામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતકના પતિનું અવસાન થયું હોવાથી પોતાના ત્રણ સંતાનો સાથે એકલી રહેતી હતી તે દરમિયાન તેના નજીકમાં રહેતા અને પોતાના પુત્ર ના મિત્ર એવા એક શખ્સના પરિચયમાં આવી હતી, અને બંને વચ્ચેના સંબંધો આ હત્યા પાછળ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મહિલા બે દિવસ પહેલા ગુમ થઈ હતી અને ગુમ થવા અંગે પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ આજે સવારે મૃતકના પુત્ર ના મિત્ર ના મકાનમાંથી મૃતદેહ મળી આવતાં સીટી સી. ડિવિઝન ની પોલીસ ટીમેં ઉંડાણપૂર્વકની તપાસ કર્યા પછી મહિલાની હત્યાર નિપજાવનાર આરોપીને શકંજામાં લઈ લીધો છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રીન્કી દેવી બનટુસિંહ કઠેરીયા નામની ૪૦ વર્ષની મહિલાનો મૃતદેહ આજે સવારે ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. સીટી સી. ડિવિઝનની પોલીસ ટુકડીએ બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક રીંકીદેવી આજથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ હતી, જેથી તેના પુત્ર રોહિત કઠેરીયાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી, તેમજ પરિવારજનો તેણીને શોધી રહ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન રીન્કી દેવી કે જેના પતિનું ૨૦૨૧ ની સાલમાં હૃદય રોગનો હુમલો આવવાથી અવસાન થયું હતું, અને તેણી પોતાના ત્રણ સંતાનો નીતિન કઠેરીયા (ઉંમર વર્ષ ૧૭) રોહિત કઠેરિયા (ઉંમર વર્ષ ૧૯) અને અંજલી કઠેરીયા (ઉ.વ.૬) સાથે ડિફેન્સ કોલોનીમાં જ રહેતી હતી, અને એક કારખાનામાં મજૂરી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. જેના ઘરની પાછળના ભાગમાં જ રહેતા વિજય વિઠલ ઓડિચ નામના શખ્સના પરિચયમાં આવી હતી, અને વિજય ઓડિચ કે જે રીન્કી દેવીના પુત્ર રોહિત સાથે મિત્રતા કેળવી લીધી હતી, અને તેના પરિચય ના લીધે ઘરે આવતો જતો રહેતો હતો.
દરમિયાન વિજય ઓડિચના કાકાના ઘરમાંથી પિન્કી દેવી નો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ભારે હડકંપ મચી ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ હતી અને તેમાં જિંદગી દેવી અને વિજય ઓડિચ ના અનેતિક સંબંધ સામે આવ્યા હતા જે મહિલા વિજય ઓડિચ પાસે પૈસાની માંગણી કરતી હતી અને પોલીસમાં ફરિયાદ કરવાની પણ ચીમકી આપી હોવાથી તેનાથી છુટકારો મેળવવા માટે વિજય ઓડીચ છે .ગત્ ૨૩ મી તારીખે રાત્રિના ફેંકી દેવીને પોતાના નજીકના વિસ્તારમાં જ આવેલા કાકા ના ઘરે બોલાવી લીધી હતી અને ત્યાં તેણીનું ઘણું દબાવી હત્યા કરી નાખી હતી જે આજે મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસે મૃતકના પુત્ર રોહિતની ફરિયાદના આધારે વિજય ઓડિચ સામે હત્યા અંગેનો અપરાધનો થયો છે અને તેની અટકાયત કરી લીધી છે.હત્યારા આરોપીએ રીંકી દેવી ના મૃતદેહને પોતાનાજ ઘરમાં સંતાડી પુત્ર સાથે શોધવામાં મદદનું નાટક કર્યું રિન્કી દેવી સાથે અનૈતિક સંબંધો બાંધવા માટે તેણીના પુત્ર સાથે મિત્રતા કેળવીને ઘરમાં આવન જાવન કરતો હતો
ડિફેન્સ કોલોની વિસ્તારમાં રીન્કી દેવી નામની મહિલાની હત્યા નિપજાવનારા આરોપી વિજય ઓડીચ કે જેણે મહિલાની ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી, અને તેને કોથળામાં સંતાડીને કાકાના ઘરમાં રાખી દીધો હતો. ત્યારબાદ મૃતકનો પુત્ર રોહિત કે જે આરોપીએ તેની સાથે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા કેળવી હતી, અને મિત્રતાના બહાને જ તેના ઘરમાં અવર જવર કરતો હતો. જેણે રીંકી દેવીને શોધવા માટે બે દિવસથી નાટક કર્યું હતું. પોતે અનેક સ્થળે શોધખોળમાં રોહિતની સાથે જ રહ્યો હતો, પરંતુ આજે સવારે મકાનમાંથી દુર્ગંધ આવતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને પોલીસે તપાસ કરતાં એક કોથળામાં રીંકીદેવી નો મૃતદેહ સંતાડેલો મળી આવ્યો હતો. જેથી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અને પોલીસ દ્વારા હત્યા અંગે અપરાધ નોંધી આરોપી વિજયને ઉઠાવી લેવાયો છે.

