જામનગરમાં સરકારના પરિપત્ર વિરુદ્ધ શિક્ષકોને આચાર્ય નો ચાર્જ ઠોકી દેવાયો : ડિજિટલ યુગમાં કાલા અક્ષર ભેંસ બરોબર , ઉચ્ચ અધિકારીઓ પરીપત્રથી અજાણ.!!
-
સરકારના પરીપત્ર પહેલા મે શિક્ષકને ચાર્જ આપ્યો છે : વિપુલ મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
-
ડીઝીટલ પરીપત્ર ધ્યાનમાં નથી , બે ત્રણ દિવસ પહેલા પરિપત્ર ધ્યાને આવ્યો : વજુભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
-
રાજ્યના શિક્ષણ નિયામકના પરીપત્રની અવગણી , સીન્યોરીટી વિરૂદ્ધ શિક્ષકોને આચાર્યનો ચાર્જ સોંપાયો છે : હરદેવસિંહ પરમાર સીનીયર ઉપપ્રમુખ જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ
દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૨૮ એપ્રિલ ૨૫ જામનગર તાલુકાના તાબા હેઠળ આવતી શ્રી ગૌ સેવા કુમાર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ સુરેન્દ્રસિંહ પરમારને સરકારી નિયામકના પરિપત્રને નેવે મૂકી આચાર્ય નો ચાર્જ ઠોંકી દેવાતા ભારે દેકારો મચી ગયો હતો શિક્ષકે તાલુકા શિક્ષણાધિકારીને પત્ર લખી ચાર્જ બાબતે લેખિત રજૂઆત કરી હતી વધુ માં શિક્ષકે એવો પણ કથિત આક્ષેપ કર્યો હતો કે સિન્યોરિટી મુજબ શાળા માં ફ૨જ બજાવતા અન્ય હોય તેમ છતા અમોને ચાર્જ આપવામાં આવેલ છે. જે ગેરવ્યાજબી છે. સરકારના તા. ૧૫ એપ્રિલ, ૨૫ ના ૫રિપત્ર બાદ શિક્ષકોને ૨૪ એપ્રિલન ચાર્જ આપવામાં આવ્યો છે.
નિષ્ણાતોના મતે પરિપત્ર નું જેતે તારીખે ઓનલાઈન ડિકલેરેશન થઈ ગયું હોય તો તે જોવાની જવાબદારી જે તે લગત શહેર/જિલ્લા/તાલુકા કચેરીની હોય છે છતા પણ ડિઝીટલ યુગમાં નિયામક ના પરીપત્ર ને અવગણીને કે ધ્યાને ન લઈ તેમજ સિનિયોરિટીને નેવે મુકી શિક્ષકને આચાર્ય નો ચાર્જ સોંપી દેતા દેકારો થઈ ગયો હતો હાલતો શિક્ષણ સંઘના લેટર બોમ્બ એ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે. બીજી બાજુ ડિજિટલ યુગમાં ઉચ્ચ અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છેસરકાર તમામ ક્ષેત્રે ડીઝીટલ કરવા આથાંગ પ્રયાસો કરી રહ્યું છે.તેવામાં જામનગરમાં ઉચ્ચ અધિકારીઓ પરીપત્રની ટપાલ દ્વારા બજવણી થાય પછી તેની અમલવારી કરવાની રાહ જોતા હોવાનું ખુલ્યુ છે.