જામનગરના ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય કથાનું આયોજન
ધારાસભ્ય હકુભાના હસ્તે ‘ગોવિંદદાસ પ્રસાદાલય’નો શુભારંભ
દેશ દેવી ન્યુઝ જામનગર 14.જામનગર ખાતે ઈસ્કોન મંદિર હરે રામ – હરે કૃષ્ણ આવેલ છે ત્યાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે જાય છે અને આ મંદિર દ્વારા સમગ્ર વર્ષ્ દરમ્યાન અનેકવિધ સામાજીક અને ધાર્મિક પ્રવૃતિઓ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ત્યાં ચૈતન્ય કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને ત્યાં જે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય તેમના માટે મહાપ્રસાદની વ્યવસ્થા માટે ગોવિંદદાસ પ્રસાદાલય નો શુભારંભ જામનગર શહેરના ધાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ઼ જાડેજા(હકુભા) ના વરદ હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે નંદગાંવથી ખાસ શૈવ્યદાસજી સ્વામી, જામનગર ઇસ્કોન મંદિરના મુરલીધરદાસજી, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, જલારામ મંદિર-હાપાનાં ટ્રસ્ટી રમેશભાઈ દતાણી વગેરે ઉપસ્થિત રહી ખાસ ઈસ્કોન મંદિર દ્વારા જે ભાવપૂર્વક ભજન-ર્ક્તિન કરવામાં આવે છે. તેમાં તમામ મહાનુભાવો ભક્તિભાવ સાથે રસબોળ થયેલ.


