જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રાજવીર ગ્રુપ દ્વારા દીકરીઓને સોનાના પેડલ ની લ્હાણી નું આયોજન કરાયું.
-
ગરબી માં ૨૮ જેટલી બાળા ને સોનાના પેડલ ની લ્હાણી વિતરણ કરાઇ
દેશ દેવી ન્યુઝ તા. ૪ ઓક્ટોબર ૨૫ જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તાર માટેલ ચોકમાં રાજવીર ગ્રુપ ના દિવ્યરાજસિંહ જેઠવા તેમજ ઇન્દ્રજીતસિંહ સોઢા દ્વારા નવરાત્રીમાં આઠમના દિવસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા ગ્રુપ દ્વારા દીકરા દીકરીઓને લ્હાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ અંતર્ગત સોસાયટીમાં રહેતા તમામ દીકરીઓને લહણી આપવામાં આવી હતીમાટેલ ચોક સોસાયટીનું રાજવીર ગ્રુપ જે નવરાત્રી મહોત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સક્રિય પણે જોડાયેલું છે તેમણે ૨૮ જેટલી બાળાઓને સોના નું પેન્ડલ આપી બાળાઓનો ઉત્સાહ વધારવાની અનોખી કરી હતી આ પ્રસંગે મધુરમ સોસાયટીના મહાવીર સિંહ રાણા , વિજયસિંહ રાણા, દિવ્યરાજસિંહ જેઠવા , ઇન્દ્રજીતસિંહ સોઢા , ,ઇન્દ્રજીતસિંહ રાણા ,દીપકભાઈ પરસાણી ,પાર્થ ગણાત્રા સહિતના સ્થાનિકો હાજર રહ્યા હતા