સળગતા સાથિયા વચ્ચે ગરબાની રમઝટ ‘છોટીકાશી’ નાં કડીયાવાડમાં સ્વસ્તિક અંગારા રાસનું આકર્પણ
દેશ દેવી ન્યૂઝ તા. ૨૬ સપ્ટેમ્બર ૨૫ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં શ્રી રાંદલ અંબિકા કુમારીકા ગરબી મંડળ દ્વારા યોજાતી પ્રાચીન ગરબીમાં સ્વસ્તિક અંગારા રાસનું આગવું આકર્ષણ છે. અહીં યુવાનો પરંપરાગત પોશાકમાં સળગતા સ્વસ્તિકની આકૃતિ વચ્ચે વિશિષ્ટ ક્રમબદ્ધ રીતે ગોઠવાઇને ગરબે ઘૂમે છે. જેને નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે. આ અગ્નિરાસ નિહાળવા પ્રતિદિન અહીં મેદની ઉમટી પડે છે.