જામનગર શહેરના વતની ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રીનું દિલ્હીમાં વિશિષ્ટ સન્માન

0
1344

જામનગર શહેરના વતની ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રીનું દિલ્હીમાં વિશિષ્ટ સન્માન

  • પ્રો. વસુબેન ત્રિવેદીની ભારતની પ્રથમ ૪ ક્રમાંકિત કિરોડીમલ કોલેજનાં ગર્વ. બોડીનાં ચેરપર્સન તરીકે પ્રેરક ભૂમિકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૫  તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન સમગ્ર ભારત વર્ષની પ્રથમ ચાર ક્રમાંકિત પૈકીની કિરોડીમલ કોલેજમાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો હતો. જેમાં હરીયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતનાં મહાનુભાવો અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં કિરોડીમલ કોલેજની ગર્વંનિંગ બોડીનાં ચેરપર્સન અને ગુજરાતનાં પૂર્વ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી પણ સંસ્થાનાં મુખ્ય હોદ્દેદાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પ્રો.વસુબેન ત્રિવેદી સતત ત્રણ વખત જામનગર દક્ષિણનાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસનાં રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકેનાં તેઓનાં કાર્યકાળમાં મહિલા પોલીસ મથકોની સ્થાપના જેવા મહિલા સુરક્ષામાં નિર્ણાયક કાર્યો થયા હતા.કિરોડીમલ કોલેજનાં કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ અને પ્રતિષ્ઠા ધરાવતા પ્રો.વસુબેન ત્રિવેદીનું એક દૂરદ્રષ્ટા માર્ગદર્શક તરીકે સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે ઉપસ્થિત હરીયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતનાં મહાનુભાવોએ પણ પ્રો. વસુબેનનાં સમાજસેવામાં દિર્ધકાલીન પ્રદાનને બિરદાવ્યું હતું.આ તકે પ્રો.વસુબેન દ્વારા ઇતિહાસમાં સુધારાનો સમય ચાલી રહ્યો હોવાની વાત કહી વિદ્યાર્થીઓને કોલેજને સરસ્વતીનું મંદિર સમજી પૂજારી તરીકે કાર્યરત રહી અભ્યાસને આરાધના સમજવાનો સંદેશ આપ્યો હતો.