જામનગરમાં પાલતુ કૂતરાને હેરાન કરવા મામલે બે પરિવાર વચ્ચે મારામારી

0
3026

જામનગરમાં કાના નગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦, ઓગસ્ટ ૨૫ જામનગરમાં ૫૮ દિગ્વિજય પ્લોટ નજીક કાના નગર વિસ્તારમાં પાલતુ કુતરા ને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા થયા હતા.જે બાબતે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં કાના નગર શેરી નંબર -૧ માં રહેતી હીનાબેન શંકરલાલ જોશી નામની ૪૨ વર્ષની વિપ્ર મહીલાએ પોતાના પાલતુ કુતરા ને હેરાન કરવાની પાડોશીને ના પાડતાં ઉસકેરાયેલા પાડોશી અશોકભાઈ દિનેશભાઈ ભાનુશાળી તેમજ તેના પરિવારના રાજા દિનેશભાઈ ભાનુશાળી, અમિત ભાનુશાળી, અને શૈલેષ ભાનુશાળી સામે પોતાને અને પોતાના પરિવારના સભ્યોને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.જયારે સામા પક્ષે અશોકભાઈ દિનેશભાઈ દામાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે પાડોશી હીનાબેન શંકરલાલ જોશી, દિપકભાઈ અને જયેશભાઈ વગેરે ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.