જામજોધપુરના ગઢકડામાં પોલીસ પડકારે તે પહેલા જ ‘ફિરોજ સફિયા’ હથીયાર ફેંકી ભાગી છૂટ્યો.

0
1570

ગઢકડાના શખ્સને પોલીસે પડકારતાં તે પોતાના હાથમાં રહેલું ગેરકાયદે હથિયાર ફેંકીને ભાગી છૂટ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર 17. જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતો ફિરોજ ઓસ્માણભાઈ સફીયા નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર દેશી બનાવટની મજલલોડ બંધુક સાથે ફરી રહ્યો છે, તેવી માહિતીના આધારે શેઠ વડાળા પોલીસે તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.દરમિયાન આ શખ્સ જામજોધપુર તાલુકાના ગઢકડા ગામ થી બમથીયા ગામ તરફના રસ્તા પર આવતા બમથીયા ડેમની પાળી પરથી પસાર થઈ રહ્યો હતો, જેને શેઠ વડાળા પોલીસે રોકવાનો પ્રયત્ન કરતાં પોલીસ પહોંચે તે પહેલાં પોતાના હાથમાં રહેલું હથિયાર પાળા ઉપર ફેંકીને ભાગી છૂટ્યો હતો.જેથી પોલીસે ફેંકી દેવાયેલૂં હથિયાર દેશી બનાવટની સીંગલ બેરલ ની મજલ લોડ બંધુક કબજે કરી હતી, અને ફિરોઝ સફીયા સામે શેઠ વડાળા પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે, અને તે ગુનામાં ફરારી જાહેર કરી, તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.