જામનગરના ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં વીજચોરીના મામલે તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગ
-
વીજ ચોરી કરનાર તત્વો ને વિજ ચોરીના બિલ ફટકારાયા હોવાથી વિજ ચોરી કરતા તત્વોમાં ફકડાટ
-
લાંબા સમયથી રોકાતા નાણા પણ ભરપાઈ કરાયા : જ્યારે લંગરીયા જોડાણ કટ કરાયા બાદ નવું વિજ મીટર મેળવવા પણ કાર્યવાહી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ઓક્ટોબર ૨૪, જામનગરમાં ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં વીજ રીપેરીંગ કરવા ગયેલી ટુકડીને રીપેરીંગ દરમિયાન વિજ ચોરી થતી હોવાનું સામે આવ્યા પછી તંત્ર દ્વારા ગઈકાલે પુન: વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને કેટલાક વિજચોરોને પુરવણી બીલ અપાયા છે. જેથી વીજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ મચી ગયો છે. કેટલાક બાકીદારોએ તાત્કાલિક વીજ બિલની બાકી રકમ ભરપાઈ કરવાનું શરૂ કર્યું છે. સાથો સાથ નવું વિજ જોડાણ અને વિજ મિટર મેળવવા માટે પણ વીજ કચેરીએ ધામા નાખ્યા છે.
પીજીવીસીએલના દરબારગઢ સબ ડિવિઝન હેઠળ આવતા રવિ પાર્ક એરિયા માં ગત ૧૯ મી તારીખે એક ઘર માં પાવર બંધની ફરિયાદ મળતા, દરબારગઢ સબડિવિઝનનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો અને સ્થાનિક લોકો દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરી અને માથાકૂટ કરાઈ હતીજેથી ઉપલા અધિકારીને જાણ કરતા વિજ તંત્રની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી જ્યાં કેટલા ઘરોમાં લંગરીયા વિજ જોડાણ ધ્યાનમાં આવ્યા હોવાથી તાત્કાલિક અસરથી ગેરકાયદે લંગરિયા ની સર્વિસ ઉતારી લઇ કબજે કરી લેવામાં આવી હતી. દરમિયાન ત્યારે પણ હંગામા થયો હતો અને સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા તમામને પોતાના ઘરમાં નવુ વીજ મીટર મેળવી લેવા વિજતંત્રનો સંપર્ક કરવા સમજાવાયા હતા.
જેના સકારાત્મક પરિણામ સ્વરૂપ; છેલ્લા ઘણા મહિનાઓથી પેન્ડિંગ વીજચરીની ૭૩,૫૦૦ ની રકમ ની ભરપાઈ કરી અને નવા મીટર માટેની અરજી ગ્રાહક દ્વારા કરાઈ છે.ત્યારબાદ ગઈકાલે તા. ૨૨/૧૦/૨૦૨૪ ના રોજ આ તમામ ઘટના સંદર્ભ માં દરબારગઢ ડે.ઈજનેર શ્રી એસ. આર. પરમાર અને જુ.ઈજનેર શ્રીમતી કોમલ આર. ચંદારાણા દ્રારા રવિ પાર્ક એરિયામાં ચેકિંગ હાથ ધરાયું હતું, અને વીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ પગલાં લઈ આવા વીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરી વીજ ચોરીના બિલો ફટકારાયા છે. આ સમગ્ર ઘટના ના ભાગ સ્વરૂપ વીજ ચોરો માં ફફડાટ ફેલાયો છે.