જામનગર ના અન્નપૂર્ણા સર્કલ ની સજાવટ: કાર્ટૂન ના પૂતળા મૂકીને નવું આકર્ષણ ઊભું કરાયું

0
2

જામનગર ના અન્નપૂર્ણા સર્કલ ની સજાવટ : કાર્ટૂન ના પૂતળા મૂકીને નવું આકર્ષણ ઊભું કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ મે ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સમયાંતરે બ્યુટીફિકેશનના કામ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે અન્નપૂર્ણા સર્કલની મધ્યમાં આઠ લાખના ખર્ચે કાર્ટૂન ના પૂતળા સાથેનું આકર્ષક લેન્ડસ્કેપ તૈયાર કરાયું છે, અને નગરના સુશોભનમાં વધારો થયો છે.જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા મ્યુનિ. કમિશનર ડી એન મોદીના માર્ગદર્શન હેઠળ સિટી ઇજનેર ભાવેશ જાની, તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના રાજીવ જાની વગેરેની રાહબરી હેઠળ રૂપિયા આઠ લાખના ખર્ચે અન્નપૂર્ણા સર્કલને સજાવટ કરીને નવા રંગ રૂપ અપાયા છે.તે સર્કલની મધ્યમાં સ્પાઇડરમેન,ડોરેમોન, સીનચેન જેવા કાર્ટૂન ના પૂતળાઓ મૂકીને નવુ આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ થયો છે, અને શહેરના સુશોભનમાં વધારો જોવા મળ્યો છે.