જામનગરના સગીરા અપરણ ના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટ નો આદેશ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ માર્ચ ૨૬ આ કેસની હકીકત એવી છે કે જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાંથી સતર વર્ષ અગ્યાર માસ અને અઠીયાવીસ દિવસની વયે સગીરાનુ અપહરણ થયેલ તે બનાવ અંગે સગીરાના પિતા દ્વારા જામનગર પંચકોશી- એ . ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએએનએસ કલમ ૧૩૦ (૨) , ૮૭ મુજબ ગુનો નોંધાવેલ હતો.
અને તપાસની પોલીસ અધિકારી એ પોક્સો એકટ ની કલમનો ઉમેરો કર્યોં હતો તે બનાવની તપાસ દરમિયાન આશિષ મનોજભાઈ કણજારીયા નામના સથવારા યુવાનની પોલીસે ધરપકડ કરી હતી તે કેસ આરોપી દ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતાં એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી આશિષ મનોજભાઈ કણજારીયા ને રૂપિયા પચીસ હજાર ના જામીન મુક્ત કરવા હુકમ કરેલ આરોપી તરફે વકીલ હિતેશ સોનગરા તથા ચિરાગ કે સોનગરા રોકાયા હતા


