જામનગર ચેક રીટર્ન કેસમાં વેપારી રાકેશ સંઘવીને એક વર્ષની કેદ અને ૬.૩૮ લાખનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

0
3127

જામનગરના વેપારી ઈસમને ચેક રીટર્નના કેસમાં ચેક પરત ફરવાના ગુનામાં ૧ વર્ષની સજા અને ચેકની રકમ રૂા. ૬,૩૮,૭૦૦/- ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવતી જામનગરની અદાલત

  • આરોપી રાકેશ ભોગલાલ સંઘવી ને અનિરુદ્ધસિંહ જાડેજાએ ૬,૩૮,૭૦૦/- ની રકમ સબંધ દાવે હાથ ઊંછીની આપી હતી

  • કોર્ટમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી દર્શિત આચાર્ય ( ડી .ડી ) ની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહી રાખી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ઓક્ટોબર ૨૫ આ કેસની વિગત એવી છે કે જામનગર ખાતે રહેતા રાકેશ ભોગલાલ સંઘવી એ ફરીયાદી અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને હાથ ઉછીની રકમના બાકી લેણાંની ચુકવણી માટે ફરીયાદીના નામનો રૂા. ૬, ૩૮, ૭૦૦/- નો બેંક ઓફ બરોડા, હવાઈ ચોક, જામનગર શાખાનો ચેક આપેલ હતો.તે ચેક ફરીયાદીએ વસુલાત માટે બેંકમાં જમા કરાવતા તે ચેક વસુલ થયા વગર ફન્ક્સ ઈન્સકીશ્યન્ટના શેરા સાથે પરત ફરેલ તેથી ફરીયાદીને ચેકની રકમ નહીં મળતા ફરીયાદીએ તેના વકીલ મારફત લીગલ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદીને ચેક મુજબની રકમ નહીં ચુકવતા ફરીયાદીએ તેના વેપારી મિત્ર (આરોપી) રાકેશ ભોગલાલ સંઘવી સામે જામનગરની કોર્ટમાં તેમના વકીલ ડી. ડી. આચાર્ય તથા કે.આર.ગોકાણી મારકત ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – ૧૩૮ હેઠળ ફરીયાદ કરેલ.તે ફરીયાદ કેસ ચાલી જતા લેખીત તથા મૌબિક પુરાવા અને ફરીયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને ફરિયાદી પક્ષ તરફે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઈ ધ્યાને લઈ જામનગરના મહે. પાંચમાં એડી.સીનીયર સિવીલ જજ સાહેબ એમ. આર. લાલવાણી એ વેપારી રાકેશ ભોગલાલ સંઘવી ને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદ અને ચેકની રકમ રૂા. ૬,૩૮,૭૦૦/- નો દંડ ફટકારી તે દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. તે રકમ ન ચુકવે તો વધુ ૩ (ત્રણ) માસની સજાનો હુકમ કરેલ છે. કરીયાદી અનિરુદ્ધસિંહ જાડેજા  તરફે વકીલ ડી.ડી.આચાર્ય તથા કે.આર.ગોકાણી રોકાયેલા હતા.