વીસ વર્ષ પહેલા જામનગર તાલુકા પંચાયત ના સરદાર પટેલ આવારા યોજનાના કામમાં કોન્ટ્રાકટરો દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી અને કરેલ ઉચાપતના કેસમાં આરોપીઓને નીર્દોષ ઠેરવી છોડી મુકતો ઐતીહાસીક ચુકાદો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ ડિસેમ્બર ૨૫ આ કેસન વીગત એવી છે કે, સને ૨૦૦૦ અને ૨૦૦૩ ના સમય ગાળા દરમ્યાન જામનગર તાલુકા પંચાયત દ્વારા સરકાર ની સરદાર પટેલ આવાસ યોજના અન્વયે જામનગર તાલુકા પંચાયત ના અલગ અલગ ગામોમાં કુલ ૬૬ આવાસો બનાવી આપવાનો કોન્ટ્રાકટ પાલનપુરની નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટ નામની નોનગવમેન્ટ ઓર્ગેનાઈઝેશન ને આપવામાં આવેલ અને આ સંસ્થાએ મતવા તથા જાંબુડા ગામે મકાનો ના કામ પૂર્ણન કર્યા હોવા છતા જે કોન્ટ્રાકટ ના નિયમ અનુસાર સંસ્થાને ત્રણ તબકકે તેમાં પ્લીન્થ લેવલનું કામ પૂર્ણ થયે રૂા. ૯,૦૦૦/- લેન્ટર લેવલનું કામ પૂર્ણ થયે રૂા.૧૨,૦૦૦/- તથા અંતીમ કામ પૂર્ણ થયે કમ્પલીશન સર્ટીફીકેટ રજુ થયે રૂા.૯,૦૦૦/- એમ ત્રણ તબકકે પ્રતી આવાસ દીઠ રૂા. ૩૦,૦૦૦/- ચુકવવાના હતા તે મર્યાદામાં પૂર્ણ નહી કરી અને કામ પૂર્ણ થયેલ ન હોવા છતાં પાલનપુરની કોન્ટ્રાક્ટર સંસ્થા નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ડીરેકટર હર્ષદ બાબુરાજગોર તથા મીતાબેન ચંપકલાલ શોની તથા સંસ્થાના ઈન્જીનીયર રશ્મીકાંત શાંતીલાલ ધારાણી વાળઓએ મતવા ગામના ત્રણ લાભાર્થીઓના પ્લોટ ખુલ્લા હોવા છતા પ્લીન્થ લેવલ સુધીનું કામ પૂર્ણ થયા ના ખોટા બીલો રજુ કરી રૂા.૨૭,૦૦૦/- ની તથા જાંબુડા ગામે કુલ ૬ આવાસોના ખરેખર રૂા. ૧૬,૦૦૦/- નું પ્રતી આવાસનું કામ થયું હોવા છતાં પ્રતી આવાસ દીઠ રૂા.૨૧,૦૦૦/- ના બીલ રજુ કરી રૂા. ૩૦,૦૦૦/- વધારે મેળવી આરોપી રશ્મીકાંત શાંતીલાલ ધારાણી દ્વારા કામ પૂર્ણ થયાનું ખોટું સર્ટી આપી બીલો જામનગર તાલુકા પંચાયતમાં મુકી અને જામનગર તાલુકા પંચાયતના સેકસન ઓફીસર ખોડાભાઈ મોતીભાઈ વરીયા વાળાએ જાંબુડા ગામના બે લાભાર્થીઓના મકાનોનું રૂા.૨૧,૦૦૦/- નું કામ પૂર્ણ થયાનો અભિપ્રયા આપી સરકારશ્રી ના રૂા.૫૭,૦૦૦/- વધારે મેળવી ઉચાપત કરી સરકારશ્રી સાથે વિશ્વાસધાત કરી અને ખોટા બીલો રજુ કરવામાં આવ્યા હતા
તે અંગે ના આસીસટન્ટ તાલુકા વીકાસ અધીકારી તાલુકા પંચાયત જામનગર દ્વરા જામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખીત ફરીયાદ આપતા કોન્ટ્રાકટર સંસ્થા નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ રાજગોર તથા મીતાબેન ચંપકલાલ સોની તથા રશ્મીકાંત એસ ધારાણી તેમજ તાલુકા પંચાયત ના સેકસન ઓડીસર ખોડાભાઈ મોતીભાઈ વરિયા સામે આઈ.પી.સી કલમ ૪૦૬ ,૪૦૯ ,૪૨૦ ,૪૬૭ ,૪૬૮, ૪૭૧ તથા ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને તપાસના અંતે નામદાર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ.
જે કેસ જામનગર એડી.ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ માં ચાલવા પર આવતા સરકાર પક્ષે કુલ ૧૮ સાહેદો તપાસવામાં આવેલ તેમજ ૪૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને તે તમામ સાક્ષીઓની તથા દસ્તાવેજોની વિગતવારની ઉલટ તપાસ બચાવ પક્ષે કરવામાં આવેલ ત્યારબાદ ઉપરોકત સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સરકાર તરફે લંબાણ પૂર્વક ની દલીલો કરી પોતાનો કેસ નીશંક પણે સાબીત થયેલ હોય તેવી રજુઆત સાથે તમામ આરોપીઓને મહતમ સજા કરવા રજુઆત કરવામાં આવેલ. જેની સામે બચાવ પક્ષે વકીલ અશોક એચ. જોશી દ્વારા તમામ દસ્તાવેજી પુરાવો અને સાહેદની જુબાનીઓ અંગે ઉલટ તપાસમાં આવેલ વિરોધાભાષી તથા દસ્તાવેજી પુરાવાઓથી તથા સાહેદોની જુબાની થી ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ નથી તે અંગેની લંબાણ પૂર્વક ની મૈખીક અને લેખીત દલીલો કરી ફરીયાદ પક્ષ દ્વારા આરોપીઓ સામે મુકાવામાં આવેલ તહોમત સાબીત થતું નથી અને ફરીયાદ પક્ષ તેમનો કેશનીશંક પણે સાબીત કરી શકેલ નથી તે દલીલ ને માની અને જામનગર ના મહે. ચોથા એડી.ચીફ જયુડીશ્યલ મેજી.સાહેબ દ્વારા નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટના હર્ષદ બાબુભાઈ રાજગોર તથા મીતાબેન ચંપકલાલ શોની તથા રશ્મીકાંત શાંતીલાલ ધારાણી તેમજ જામનગર તાલુકા પચાયત ના શેકસન ઓફીસર ખોડાભાઈ મોતીભાઈ વરીયા ના ઓને તમામ આરોપો માથી નીર્દોષ ઠેરવી છોડી મુકવા ન્યાયીક હુકમ કરવામાં આવેલ છે
આ કેસમાં આરોપી તરફે વકિલ અશોક એચ. જોશી, તથા નીખીલ વી. ઉપાધ્યાય તથા મોશીન એચ.ખારા , પ્રદીપભાઈ મકવાણા, સઈદ રુન્જા તથા જયોતી બી. પરમાર રોકાયેલ હતા.


