જામનગર સહિત રાજયભરમાં ચક્ચારી વાહન કૌભાંડોમાં આરોપીને જામીન મુકત કરવા કોર્ટનો આદેશ

0
6848

વાહન કૌભાંડોમાં સૌ-પથમ હુકમ : ભુલી જવાની ગાડીના આરોપીને જામીન મુકત કરતી નામ.અદાલત”

  • ફાયનાન્સ કંપની પાસેથી કરોડો રૂપિયાના વાહનો લોન ઉપર લઈ અને માથાભારે ગેંગને કબજો સોંપી આપવાના કેસમાં આરોપીને જામીન મુકત કરતી જામનગર કોર્ટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૫ ઓક્ટોબર ૨૪ આ કેસની હકિક્ત એવી છે કે, ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ ઓફીસના કર્મચારી દિપક જયપ્રકાશ ભટ્ટનાગર વાળાઓએ જામનગર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમા  જણાવ્યું હતું કે ફરીયાદી ની કંપની લોન આપવાનું કામ કરતી હોય અને તેમાં આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ આરોપીઓએ અલગ અલગ વાહનો ખરીદ કરેલ હોય અને વ્યાજ સહિતની કુલ રકમ ૬ કરોડ આસપાસની લોનના હપ્તાઓ બાકી હોય, અને આ વાહનો લોન ઉપર ખરીદ કરી અને રજાક ઉર્ફે સોપારી ચાવડા અને તેમના સાગરીકોને વાહન વેંચાણ કરી અને અડધી કિંમત તેમના પાસેથી લઈ અને વાહનો તેમના હવાલે કરી આપેલ આ આરોપીઓ વાહનો ઉપર ધંધો કરતા હોય, અને આ વાહન જો કોઈ સીઝર રોકે કે, કંપનીના કોઈ કર્મચારી રોકી અને વાહનનોના હપ્તાઓ ભરવા માટે જણાવે કે, સીઝની કાર્યવાહીઓ કરવાનું કહે તો તેમને અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય, અને દબાણ કરતા હોય, તે બાબતની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ હતી

આ ફરીયાદમાં કુલ ૨૩ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આરોપીઓને જેલ હલાવે કરવામાં આવેલ અને બળજબરીથી મિલ્કત પડાવી લેવા બાબતના ગંભીર આરોપ તળે ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી, તેમાં આરોપી હીરાભાઈ મચ્છાભાઈ સરસીયાની ધરપકડ કરવામાં આવેલ તેમને નામ.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ સમક્ષ જામીન અરજી દાખલ કરતા, તેમાં તપાસ કરનાર અને સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, હાલના આરોપીએ બે ઈકો લીધેલી જેના કુલ રૂપીયા નવ લાખના હપ્તા ભરેલ નથી , તે કબજે કરવામાં આવેલ છે અને તેઓએ સને ૨૦૧૮માં આ કાર લોન લઈ અને ૧૨ થી ૧૩ હપ્તાઓ ભરેલ બાદમાં આમીન બ્લોચને એક લાખમાં વેંચાણ કરી નાખેલ હોય, અને આ આરોપીઓએ આ રીતે બે મોટરકાર ખરીદ કરેલી હતી,

આ રીતે કાર માથાભારે શખ્સોને વેંચાણ કરેલ છે અને આ પ્રકારે એક ગેંગ ચાલે છે અને કરોડો રૂપિયાની કાર બારોબાર વેંચાણ આ રીતે કરવામાં આવેલ છે, આ આરોપીઓને રોકવામાં આવે તો ધમકીઓ આપે છે અને પરીવારને મારી નાખવાની ધમકીઓ આપે છે, આ પ્રકારે અનેક ગાડીઓ હજુ જાહેરમાં ફરે છે, અને આ રીતે એક પડયંત્ર થાય છે અને ફાયનાન્સ કંપનીની હાલ કરોડો રૂપિયાની રીકવરી આ રીતે બાકી રહી ગયેલ છે અને દેશના અર્થતંત્રને આ રીતે ખુબજ નુકશાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવે છે,

આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, જેથી ના મંજુર કરવા બાબતે દલીલો કરવામાં આવેલ, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી કોઈ ગેંગનો સભ્ય નથી અને તેમને કરોડો રૂપિયાનું વાહન લીધેલા નથી અને તેમને જે વાહન લીધેલ છે, તે સીઝ થઈ ગયેલ છે અને કબજે કરવામાં આવેલ છે, અને આ વાહન વેંચાણ કરી નાખેલ હોય, તેવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી અને આ પ્રકારનો પુરાવો રેકર્ડ ઉપર આવેલ હોય, તો પણ તે પુરાવાનો વિષય છે, આરોપીને જામીન મુક્ત થવાનો અધીકાર છે, અને આ કેશમાં જે રીવરીના આશયથી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે,

આ પ્રકારે રીકવરી કરવા માટેનો અધિકાર પોલીસને નથી, સીવીલ પ્રકારના કેશને ફોજદારી રૂપ આપી અને ફરીયાદ જાહેર કરવામાં આવેલ છે, પ્રથમદર્શનીય રીતે કોઈ જ ચાર્જ ટકવાને પાત્ર નથી, તે તમામ સંજોગો ધ્યાને લઈ અને આ કામના આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ,

આમ, નામ.અદાલતે તમામ દલીલો રજુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી હીરાભાઈ મચ્છાભાઈ સરસિયાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ , વિશાલ જાની, હરદેવસિંહ આર. ગોહિલ , રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.