જામનગરમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનો તમામ વોર્ડમાં વોટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

0
1600

જામનગર શહેરમાં વોટ ચોરી ના મુદ્દે ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી તમામ વોર્ડ માં વોટ જાગૃતિ કાર્યક્રમ નું કોંગ્રેસનું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ઓગસ્ટ ૨૫, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચ નો દુરુપયોગ કરીને વોટ ચોરી કરવામાં આવી રહી છે, તેવા આક્ષેપો સાથે આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, અને કોંગ્રેસ પાર્ટી વોટ ચોરી મુદ્દે રાષ્ટ્રવ્યાપી લડત આપશે, જેની સાથે સાથે જામનગર પણ જોડાશે. અને આગામી દિવસોમાં ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી જામનગર શહેરના તમામ ૧૬ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના જણાવ્યા અનુસાર દેશભરમાં ચૂંટણી પંચે જે રીતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે વોટ ચોરી કરાવવામાં આવી રહી છે, આ મુદ્દે લોકસભાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ નું જે વોટ ચોરીનું ષડયંત્ર હતું એ પ્રૂફ સાથે દેશની જનતા સામે એક પત્રકાર કોન્ફરન્સ કરી આ ચોરી ખુલ્લી પાડી હતી.ત્યાર પછી દેશભરમાં મશાલ રેલી, ચૂંટણીપંચ સામે ધરણા, અને છેલ્લે બિહારમાં વોટ ચોરી યાત્રા ઇન્ડિયા ગઠબંધન દ્વારા શરૂ કરવામાં આવી છે. અને તારીખ ૩૧ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મુદ્દે એક મહાસંમેલન અમદાવાદ ખાતે થવા જ રહ્યું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, નેતા પ્રતી પક્ષ તુષાર ચૌધરી, અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સૌરાષ્ટ્ર પ્રભારી ભુપેન્દ્ર મારવી ના આદેશ મુજબ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરમાં પણ વોટ ચોરીના મુદ્દે લોકોને જાગૃતિ કરવા માટેનો એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી જામનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં વોટ ચોરી મામલે લોકજાગૃતિના કાર્યકર્મો યોજાશે, અને જામનગર શહેર કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત રહી લોકોને જાગૃત કરશે.