જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો : વિશાળ સંખ્યામાં આગેવાનો – ખેલાડીઓ જોડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડિસેમ્બર ૨૫, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ના પગલે દેશભરના લોકસભા સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે જામનગર સંસદિય મત ક્ષેત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા માં ખેલ મહોત્સવ યોજાયો હતો.જેનો આજે જામનગર ના પ્રદર્શન મેદાન માં સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શહેર જિલ્લાના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ખેલાડીઓ અને વાલીઓ પણ જોડાયા હતા.
આજના સાંસદ ખેલ મહોત્સવ સમાપન સમારોહમાં વર્ચ્યુલી ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં ખેલાડીઓને સંબોધતાં જણાવ્યું હતું કે કેટલાક કિસ્સામાં વાલીઓ તેમના સંતાનોને રમત ગમત માટે રોકતા હોય છે. માટે હું તમને આપીલ કરું છું કે તેમને રમવા દેવા જોઈએ , ખેલાડીઓ સારી રીતે રમી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર.દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
ત્યારે રમતવીરો ને પણ પોતાનું કૌશલ્ય જાળવી.ને દેશ માટે રમવા માટે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામા આવી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રમતવીરોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે જે પ્રયત્ન કરી રહી છે તેમાં સૌ કોઈએ સાથ આપવાની જરૂર છે. બાળકોમાં રમત ગમત નો વ્યાપ વધે અને તે રમતોમાં જોડાય તે માટે હું તેમને અપીલ કરું છું કે અભ્યાસની સાથે થોડું રમત ગમતમાં પણ ધ્યાન આપવું જોઈએ.
સાંસદ પુનમબેન માડમ એ જણાવ્યું હતું કે આજે સાંસદ ખેલ મહોત્સવ નો સમાપન સમારોહ સાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બીહારી બાજપાઈ નો જન્મદિવસ એટલે સુસાસન દિવસ છે. આ ખેલ મહોત્સવમાં ગામડા થી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી ની રમતો માં અઢળક લોકો જોડાયા હતા. અને વડાપ્રધાને પણ વર્ચ્યુલી ઉપસ્થિત રહી ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું.
જામનગર માં આજના સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં સાંસદ પુનમબેન માડમ જિલ્લા પંચાયત ના પ્રમુખ મઇબેન ગરસર , ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ , મુળુભાઇ બેરા ,અને મેઘજીભાઈ ચાવડા , દિવ્યેશ અકબરી , ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા , ડે .મેયર ક્રિષ્નાબેન સોઢા ,સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશ કગથરા , શાસક જૂથ ના નેતા આશિષ જોશી, પૂર્વ ધારાસભ્ય , શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી , જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી., દ્વારકા જિલ્લા ભાજપ ના પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત ના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યા માં રમતવીર ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજારો ની સંખ્યા જુદી જુદી રમતો જેવી કે ખો ખો , કબડ્ડી, સંગીત ખુરસી, નારગોલ, રસ્સા ખેંચ ,વોલીબોલ , બાસ્કેટ બોલ , કુસ્તી,ક્રિકેટ વગેરે નું આયોજન થયુ હતુ. જેના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેના વિજેતા ખેલાડીઓ ને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


