મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી જામનગરના મહેમાન બન્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨૪, જામનગરના આંગણે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને વૈભવી મર્ચન્ટના વેડિંગ સેરેમનીનો આજે અંતિમ દિવસ છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ આસામના મુખ્યમંત્રી હેમંતા વિશ્વશર્માનું આજે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું.
આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર સીંદે પણ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, અને અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. જેઓને મોટર માર્ગે મોટી ખાવડી લઈ જવામાં આવ્યા હતા, અને પ્રિ વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી.
મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી નું જામનગરના એરપોર્ટ પર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


