જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી બીએસએનએલ ના ૩૫,૦૦૦ ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, જાન્યુઆરી ૨૬ જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.
બી.એસ.એન.એલ. કંપની દ્વારા અલિયાબાડા રોડ પર ખાડો ખોદીને તેમાંથી ૪૦૦ પેર ના આશરે ૮ મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા ૩૫ હજારની કિંમતના કેબલ ની ચોરી ગયા હોવાથી બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવભાઈએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ ટીમ તસ્કરોને શોધી કાઢવા માટે તપાસ ચલાવી રહી છે.


