જામનગરમાં યોગેશ્વર નગર વિસ્તારમાં કચરો ફેંકવા ગયેલી એક યુવતી પર પાડોશી નો નિર્લજ્જ હુમલો: પરિવારને પણ માર માર્યાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૪, જામનગરમાં યોગેશ્વર નગર વિસ્તારમાં એક રહેતા એક શખ્સે પોતાના પાડોશમાં જ રહેતી એક યુવતી, કે જે કચરો ફેકવા ગઈ હતી, તેના પર નિર્લજ્જ હુમલો કર્યો હતો, જયારે તેના પરિવારના સભ્યો ને પ્લાસ્ટિક ના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અજય દ્વારકાદાસ ગોંડલીયા ઉર્ફે અજલો બાવો નામના શખ્સે તેના પાડોશમાં જ રહેતી એક યુવતી, કે જે ઘર પાસે કચરો ફેંકવા ગઈ હતી, જે દરમિયાન તેણી ના પીઠના ભાગે હાથ ફેરવી, તેણીના વાળ ખેંચીને નિર્લજ્જ હુમલો કર્યો હતો.
ત્યારબાદ તેણીના ઘેર હાજર રહેલા કુટુંબી જેઠ અને તેની પત્ની તથા તેની પુત્રી કે જેને માથામાં પ્લાસ્ટિકનો પાઇપ મારી ધમકી આપી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને આરોપી અજલા બાવા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૩૫૪ -એ, ૩૨૩,૫૦૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.


